ઉદયપુર કિલિંગઃ ટેલરની ઘાતકી હત્યા પર ડચ સાંસદ ગુસ્સે થયા, કહ્યું- ભારત ઇસ્લામિક દેશ નથી, હવે રોકો…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટીવી ડિબેટ દરમિયાન મોહમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી કરવા બદલ દેશભરમાં વિરોધનો સામનો કરી રહેલા નૂપુર શર્માને ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ટેકો આપ્યો હતો. તેઓ નેધરલેન્ડના જમણેરી નેતા છે, જેમણે અનેક પ્રસંગોએ હિન્દુત્વના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાને લઈને સમગ્ર દેશમાં તણાવનો માહોલ છે. આ ઘટનાને લઈને લોકોમાં રોષ છે. આવી સ્થિતિમાં મોહમદ પયગંબર કેસમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માને સમર્થન કરનાર ડચ સાંસદે પણ નારાજગી વ્યક્ત કરી છે.
ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે મંગળવારે ઉદયપુર હત્યાકાંડ અંગે ટ્વીટ કર્યું અને કહ્યું કે ભારતને મારી સલાહ છે કે તેણે અસહિષ્ણુ લોકો પ્રત્યે સહનશીલતા બંધ કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરના ધનમંડી વિસ્તારમાં મંગળવારે લઘુમતી સમુદાયના બે લોકોએ વ્યવસાયે દરજી કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરી હતી.  આ મામલે ગીર્ટે હવે ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારત એક મિત્ર હોવાના નાતે હું તમને અસહિષ્ણુઓ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવા કહું છું. હિંદુત્વને ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ અને જેહાદીઓથી બચાવો. ઇસ્લામને ખુશ ન કરો, તે તમને મોંઘુ પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની 100 ટકા સુરક્ષા કરી શકે.


શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને નેધરલેન્ડના આ સાંસદે જણાવ્યું હતું કે ભારતમાં હિન્દુઓ સુરક્ષિત હોવા જોઈએ. આ તેમનો દેશ છે, તેમની માતૃભૂમિ છે. ભારત તેમનું છે. ભારત ઈસ્લામિક દેશ નથી.

રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયા લાલ સાહુની મંગળવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. રિયાઝ અને મોહમ્મદ ગૌસ નામના બે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંનેએ આ ઘટનાનો વીડિયો બનાવીને શેર પણ કર્યો હતો. તેણે આ વીડિયોમાં કહ્યું હતું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ટેલર કન્હૈયા લાલના આઠ વર્ષના પુત્રએ પોતાના મોબાઈલથી નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આનાથી ગુસ્સે થઈને આરોપીએ તેના પિતાની ઘાતકી હત્યા કરી નાખી. ગીર્ટ અગાઉ પ્રોફેટ મોહમ્મદ કેસમાં નુપુર શર્માનો બચાવ કરી ચૂક્યો છે. તેમણે પયગંબર મોહમદ કેસમાં ભારત પર ઈસ્લામિક દેશોના દબાણ અંગે કહ્યું હતું કે કોઈપણ દેશે આર્થિક કારણોસર પોતાની સ્વતંત્રતા ગુમાવવી જોઈએ નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.