ન્યૂઝીલેન્ડને હરાવીને પુરુષ ટીમનો મહિલા ટીમે બદલો લીધો
મહિલા અંડર નાઈન્ટીન ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડકપની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડની ટીમને આઠ વિકેટથી હરાવ્યું હતું. એની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી છે. પહેલા બેટિંગનો નિર્ણય લેનારા ન્યૂઝીલેન્ડે 108 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમે આઠ વિકેટે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવીને અંડર નાઈન્ટીન મહિલા ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડકપમાં ફાઈનલમાં વિજય મેળવ્યો છે, જ્યારે આગામી દિવસોમાં ભારતની મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની વિજેતા ટીમ સામે રહેશે.
ભારતવતીથી સૌથી વધારે વિકેટ પરશવી ચોપડાએ લીધી હતી, જ્યારે ઉપકેપ્ટન શ્વેતા સેહરાવતે 61 રને બનાવ્યા હતા. ભારતવતીથી બે વિકેટના નુકસાને 100 રનનો સ્કોર પાર કર્યો હતો. ભારત વિજયી બન્યા પછી ફાઈનલમાં પહોંચનારી સૌથી પહેલી ટીમ છે અને આ ફાઈનલમાં મેચમાં ભારતીય ટીમ સૌથી પહેલા મહિલા અંડર-19 ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડકપ પોતાને નામે કરવા માગે છે.
સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડવતીથી સૌથી વધુ રન પ્લિમરે બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં બે વિકેટે 108 રન બનાવી લીધા હતા. કહેવાય છે કે ભારતીય મહિલાઓએ પુરુષ ટીમનો બદલો લીધો હતો. ન્યૂઝીલેન્ડે તાજેતરમાં હોકી વિશ્વકપમાં કરો યા મરોના મુકાબલામાં ભારતને હરાવીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકયું હતું. હવે ભારતીય મહિલાઓએ ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપમાંથી બહાર ફેંકીને બદલો લીધો છે.