કર્ણાટકના ભાજપના યુવા નેતાની હત્યાના આરોપમાં બે યુવકોની ધરપકડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કર્ણાટક ભાજપના યુવા નેતા પ્રવીણ નેતારુની હત્યાના સંબંધમાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ કન્નડ જિલ્લાના પોલીસ વડા ઋષિકેશ ભગવાન સોનવણેએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હાવેરી જિલ્લાના સાવનુરના રહેવાસી ઝાકિર (29) અને બેલ્લારેના મોહમ્મદ શફીક (27) તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે પ્રવીણ નેતારુની હત્યાના કાવતરા પાછળ બંને આરોપીઓનો હાથ છે.
નોંધનીય છે કે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પ્રવીણ નેતારુની હત્યાના સંદર્ભમાં પોલીસે 5થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું હતું કે મામલાની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ADGP એ તાલુકાના બેલ્લારે વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં આ ઘટના બની હતી, તેમણે પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી.
તેમણે કહ્યું કે જ્યારે બુધવારે બેલ્લારેમાં પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી ત્યારે પોલીસે ઉગ્ર ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. કેટલાક લોકોએ ભાજપના પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કાતિલના વાહનને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે દક્ષિણ કન્નડ જિલ્લા ભાજપ યુવા મોરચા સમિતિના સભ્ય 32 વર્ષીય પ્રવીણ નેતારુની મંગળવારે રાત્રે તેના ભાઈની દુકાન સામે બાઇક પર આવેલા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યાના કારણે બુધવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં ઘણી જગ્યાએ તણાવ સર્જાયો હતો. કેટલીક જગ્યાએ પથ્થરમારાની અને તોડફોડની ઘટનાઓ બની હતી. પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.