બોલીવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને તેનો નવો પાર્ટનર મળી ગયો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર રિયા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના માલિક બંટી સજદેહને ડેટ કરી રહી છે. સુશાંતના મોત બાદ રિયા વિવાદોના વમળમાં ઘેરાઈ ગઈ હતી. જોકે, બે વર્ષ બાદ રિયાના જીવનમાં ફરી ખુશી આવી છે. રિયા પોતાના પ્રેમ સંબંધોને પ્રાઈવેટ રાખવા માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંટી એ સલમાનના ભાઈ સોહેલ ખાનની એક્સ પત્ની સીમાનો ભાઈ છે. કહેવાઈ રહ્યું છે કે મુશ્કેલ સમયમાં બંટીએ રિયાનો સાથ આપ્યો હતો. રિયા જ્યારે સુશાંતના આત્મહત્યા કેસમાં ફસાઈ હતી ત્યારે બંટીની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ જ રિયાના તમામ પ્રોફેશનલ કમિટમેન્ટ મેનેજ કર્યા હતા. રિયા પહેલા બંટીનું નામ સોનાક્ષી સિંહા તથા સુસ્મિતા સેન સાથે પણ જોડાઈ ચૂક્યું છે.