Homeઆમચી મુંબઈટ્રોમ્બેમાં રસ્તાને કિનારે રમી રહેલી બાળકીને ટેમ્પોએ કચડી

ટ્રોમ્બેમાં રસ્તાને કિનારે રમી રહેલી બાળકીને ટેમ્પોએ કચડી

મુંબઈ: રસ્તાને કિનારે રમી રહેલી બે વર્ષની બાળકીને ટેમ્પોએ કચડી હોવાની ઘટના ટ્રોમ્બેમાં બનતાં પોલીસે ટેમ્પોના ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ટ્રોમ્બેના ચિતા કૅમ્પ વિસ્તારમાં શનિવારની બપોરે બની હતી. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી. ટેમ્પોના ડ્રાઈવરે બાળકી તરફ ધ્યાન આપ્યું નહોતું અને તેને ટેમ્પોની અડફેટે લીધી હોવાનું કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડે છે.
બાળકીને કચડ્યા પછી ડ્રાઈવરે વાહન રોકવાને બદલે ઘટનાસ્થળેથી પસાર થઈ ગયો હતો. પોલીસે તપાસ બાદ ટેમ્પોના ડ્રાઈવર આલમ કુરેશી (૩૧)ની ધરપકડ કરી હતી.
કહેવાય છે કે બાળકી ઝોયા શેખ તેના બે ભાઈ સાથે રસ્તાને કિનારે બેસીને રમી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઝોયાના બન્ને ભાઈએ બૂમાબૂમ કરી મૂકતાં રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. બાળકીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. બાળકીની માતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

RELATED ARTICLES

Most Popular