બુલઢાણા જિલ્લાના મલકાપુર તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. દસરખેડ તાલુકામાં ઘરના બાંધકામ દરમિયાન શૌચાલય માટે ખોદવામાં આવેલા ખાડામાં પડીને બે વર્ષના બાળકનું કરુણ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર ગણેશ અને શશિકલા ઈંગ્લેનો બે વર્ષનો દીકરો શોર્ય બાંધકામ ચાલી રહ્યું હતું તે ઠેકાણે રમી રહ્યો હતો. માતા બીમાર હોવાથી તે આરામ કરી હતી અને પિતા પાણી લેવા બહાર ગયા હતાં. રમતા રમતા શૌર્ય શૌચાલય માટે ખોદવામાં આવેલા ખાડામાં પડી ગયો હતો. તેના પિતાએ આવીને શોધ કરી અને તેને શોર્ય શૌચાલયના ખાડામાં પડેલો મળ્યો, તાત્કાલિક તેને બહાર કાઢીને મલકાપુરમાં નજીકના દવાખાનામાં લઈ જવામાં આવ્યો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જન્મદિવસના બીજા જ દિવસે શોર્યનું કરુણ મોત થતાં પરિવાર શોકાતુર છે.