રવિવારે મોડી સાંજે જૂના મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બસ પલટી જતાં ચેમ્બુરમાં કોચિંગ ક્લાસના બે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ બસમાં મયંક કોચિંગ ક્લાસીસ, ચેમ્બુરના ધોરણ 10 ના કુલ 48 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે કોચિંગ ક્લાસના બે શિક્ષકો પણ હતા. લક્ઝરી બસના બાકીના મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. મૃતકની ઓળખ હિતિકા ખન્ના (17) અને રાજ મ્હાત્રે (16) તરીકે થઇ હતી.
મળતી માહિતી મુજબ જૂના મુંબઈ પુણે હાઈવે પર લગભગ રાત્રે 8.00 વાગ્યે મેજિક પોઈન્ટ પાસે ઘાટથી નીચે આવી રહેલી બસ ડાબી બાજુએ પલટી જતાં આ અકસ્માત થયો હતો. ઘાયલ વિદ્યાર્થીઓને લોનાવાલા, ખોપોલી અને આસપાસના વિસ્તારોની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે, જેના આધારે આગળની કાર્.વાહી કરવામાં આવશે.