મુંબઇ નજીક આવેલા રાયગઢમાં બે શંકાસ્પદ બોટમાં હથિયારો મળી આવતા વિસ્તારમાં હાઈ એલર્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ગુરુવારે મહારાષ્ટ્રના રાયગઢ પાસે હથિયારો અને દારૂગોળો વહન કરતી બે શંકાસ્પદ બોટ જોવામાં આવી હતી, જેને લઇને મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. બોટમાંથી હથિયારો મળી આવ્યા હોવાના અહેવાલ છે.
રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન ખાતે હરિહરેશ્વરના કિનારે એક અજાણી બોટ મળી આવી હતી અને મૌજે ભરડાખોલના કિનારે એક લાઇફ બોટ મળી આવી હતી. આ બંને બોટમાં કોઇ વ્યક્તિ નહોતી. એક માછીમારે આ શંકાસ્પદ બોટને જોઇને પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થાનિકોની મદદથી બોટને કિનારે લાવવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ બોટમાંથી એક નહીં પરંતુ 3 એકે-47 રાઈફલ મળી આવી છે, જેને કારણે હંગામો મચી ગયો છે. બોટમાં માત્ર હથિયાર જ હતા. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે પરંતુ આ લોકો કોણ છે તે સ્પષ્ટ નથી.આ સમગ્ર મામલાની તપાસ એટીએસને સોંપવામાં આવે એવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.