Homeઆમચી મુંબઈમલાડમાં ઇમારતનો હિસ્સો તૂટી પડતાં બે જણ ઘવાયા

મલાડમાં ઇમારતનો હિસ્સો તૂટી પડતાં બે જણ ઘવાયા

મુંબઈ: મલાડ વિસ્તારમાં ૩૦ વર્ષ જૂની પાંચ માળની ઇમારતનો હિસ્સો તૂટી પડતાં બે જણને ઇજા પહોંચી હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
મહેતા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલી અનુરાગ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો પહેલા અને બીજા માળનો બેડરૂમ તરફનો હિસ્સો બુધવારે સવારે છ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ઇમારત ૩૦ વર્ષ જૂની હતી અને તેમાં તિરાડો પડી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ચાર ફાયર એન્જિન અને રેસ્ક્યુ વૅન સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાના કારણસર ઇમારતને ખાલી કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘવાયેલા બંનેની ઓળખ જતિન પારેખ (૫૮) અને નૃપા (૫૦) તરીકે થઇ હોઇ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular