Homeટોપ ન્યૂઝસંસદભવનના ઉદ્ધાટનના કાર્યક્રમ અંગે હવે આ બે પક્ષે કરી મોટી જાહેરાત

સંસદભવનના ઉદ્ધાટનના કાર્યક્રમ અંગે હવે આ બે પક્ષે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને વિપક્ષે એકતા બતાવી છે, ત્યારે ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ભાગ લેવાની જાહેરાત કરી હતી. બીજેડી (બીજુ જનતા દળ) અને અકાલી દળે આ કાર્યક્રમમાં હાજરી આપવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે બીજેડીએ કહ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ દેશના પ્રમુખ ચે. સંસદ ભારતના 1.4 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને સંસ્થા ભારતીય લોકશાહીના પ્રતીક છે અને ભારતના બંધારણ પાસેથી અધિકાર પ્રાપ્ત કરે છે.

પાર્ટીએ આ મુદ્દે કહ્યું હતું કે તેમના અધિકાર અને કદનું હમેશાં રક્ષણ કરવું જોઈએ. બીજેડીનું માનવું છે કે આ બંધારણીય સંસ્થા કોઈ પણ બાબતથી ઉપર છે, જે તેની પવિત્રતા અને સન્માનને અસર કરી શકે છે. આ બધી બાબતમાં આપણે ચર્ચા કરી શકીએ છીએ, તેથી બીજેડી આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેશે.

દરમિયાન આ મુદ્દે શિરોમણી અકાલી દળે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થશે. પાર્ટીના પ્રમુખ સુખબીર સિંહે કહ્યું હતું કે 28મી મેના કાર્યક્રમમાં હાજર રહેશે. અકાલી દળે કહ્યું હતું કે દેશને એક નવું સંસદ ભવન મળી રહ્યું છે, જે ગૌરવની બાબત છે. હાલમાં અમે ઈચ્છતા નથી કે આ મુદ્દે કોઈ રાજકારણ થાય, એવું અકાલી દળે જણાવ્યું હતું. 28મી મેના રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ધાટનના કાર્યક્રમનો તમામ વિપક્ષોએ બહિષ્કાર કર્યો છે. 19 જેટલા વિપક્ષ એક થયા છે. આ મુદ્દે 19 જેટલા વિરોધ પક્ષ સંયુક્ત નિવેદન બહાર પાડીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ બહિષ્કારનું કારણ જણાવતા વિપક્ષે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિને આ કાર્યક્રમથી દૂર રાખ્યાં છે, જે અભદ્ર કૃત્ય છે અને લોકશાહી પર સીધો હુમલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -