નોટબંધીના 6 વર્ષ બાદ દિલ્હીમાં મળી 62 લાખ જૂની નોટો, 14 લાખની અસલી નોટો સાથે થઈ હતી ડીલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નોટબંધીને 6 વર્ષ થઈ ગયા છે. લોકોને જૂની નોટો યાદ પણ નહીં હોય પરંતુ દિલ્હીમાં 62 લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે લોકો ઝડપાયા છે. મામલો લક્ષ્મીનગર વિસ્તારનો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે બે લોકો પાસેથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોના ઘણા બંડલ મળી આવ્યા છે. જ્યારે એક પછી એક નોટોની ગણતરી કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે કુલ 62 લાખ રૂપિયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંનેએ
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ લોકો જૂની નોટોનું શું કરવા માગતા હતા અને આટલી જૂની નોટો કોણ રાખી રહ્યું હતું. હા, નોટબંધી પછી લોકોને તેમની જૂની નોટો બદલવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. આ કેસમાં બ્લેક મનીનો એંગલ છે કે કેમ તે તપાસ બાદ જ ખબર પડશે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ ઘણી જગ્યાએથી જૂની નોટો એકઠી કરી હતી અને લગભગ 20 લાખ રૂપિયામાં આ જૂની નોટો અન્ય કોઈને વેચવાના હતા. આ અંગે વધુ તપાસ ચાલુ છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર ફેલાતાની સાથે જ લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે જૂની નોટો હજુ પાછલા બારણેથી બહાર આવી રહી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સમાચાર શેર કરતી વખતે કટાક્ષ કર્યો હતો કે 99.9 ટકા જૂની નોટો બેંકોમાં પાછી આવી ગઈ હોવા છતાં, બાકીની 0.1 ટકા હજુ પણ બજારમાં ફરતી છે. તેમણે માંગણી કરી હતી કે તપાસ થવી જોઈએ કે શું આ ચલણી નોટો બદલવાની હતી અને આ રેકેટમાં સરકારમાં કોણ કોણ સામેલ છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.