મહારાષ્ટ્રના અમરાવતીમાં બે દારૂડિયાએ ગાયની ચપ્પુથી હત્યા કરી હતી. અગાઉ આ બંનેએ દારૂ ન મળતાં ચોકીદારને ચપ્પુ મારીને ઝખમી કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના નાંદગાવ ક્ષેત્રની છે જ્યાં બંને આરોપીને બિયર બારમાંથી દારૂ ન મળતાં ચોકીદારને ચપ્પુ મારીને ઘાયલ કર્યો હતો, જે બાદ બંનેએ ગર્ભવતી ગાયની પણ હત્યા કરી હતી. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને ફરિયાદ કરી હતી અને ગૌ હત્યાનો કેસ નોંધીને સીસીટીવીની મદદથી બંને દારૂડિયાની ધરપકડ કરવામાં આવી હતી.

Google search engine