(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં અઠવાડિયાની અંદર જ લિફ્ટ હોનારતનો બીજો બનાવ બન્યો હતો, જેમાં સોમવારે સાંજે વરલીમાં ૧૫ માળાની અંડર ક્ધસ્ટ્રકશન બિલ્ંિડગમાં લિફ્ટ ટ્રોલી તૂટી પડતાં બે મજૂરોના મોત થયા હતા.
ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વરલી નાકા પર આચાર્ય અત્રે ચોક પર અવિધ્ન ટાવરમાં આ દુર્ઘટના બની હતી. સાંજના ૪.૩૦ વાગ્યાની આસપાસ મજૂરો અંડર ક્ધસ્ટ્રકશન બિલ્ંિડગના કાચ સાફ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
મજૂરો લિફ્ટ ટ્રોલીમાં ઊભા રહીને સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો રોપ તૂટી ગયો હતો અને તે ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટી પડી હતી, જેને કારણે બંને મજૂરો પણ લિફ્ટની સાથે નીચે પડી જતા તેઓ જખમી થયા હતા.
ઘટના સ્થળે ફાયરબિગ્રેડ તુરંત પહોંચી ગઈ હતી. બંને જખમી મજૂરોને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર અગાઉ જ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
વરલી પોલીસે લેબર કૉન્ટ્રેક્ટ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધી હતી. અહીં નોંધનીય છે કે ગયા અઠવાડિયામાં વિક્રોલીમાં એક બહુમાળીય ઈમારતની લિફ્ટ તૂટી પડી હતી, જેમાં એકનું મોત અને બે જખમી થયા હતા. ઉ
વરલીમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર લિફ્ટ ટ્રોલી તૂટતાં બે મજૂરનાં મોત
RELATED ARTICLES