Homeઆમચી મુંબઈકલ્યાણમાં બે પોલીસ કર્મચારી રૂ. ચાર લાખના ડ્રગ્સ સાથે પકડાયા

કલ્યાણમાં બે પોલીસ કર્મચારી રૂ. ચાર લાખના ડ્રગ્સ સાથે પકડાયા

થાણે: જપ્ત કર્યા બાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં રખાયેલો ભંગાર વેચી મારવા પ્રકરણે કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કલ્યાણમાં થાણે એન્ટિ નાર્કોટિક્સ સેની ટીમે જીઆરપી (સરકારી રેલવે પોલીસ)ના બે કર્મચારીને રૂ. ચાર લાખના ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા.
પકડાયેલા બંને પોલીસકર્મીની ઓળખ મહેશ વસેકર અને રવિ વિશે તરીકે થઇ હોઇ મહેશ વસેકર જીઆરપીમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, જ્યારે રવિ વિશે કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે.
એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મળેલી માહિતીને આધારે કલ્યાણ પશ્ર્ચિમમાં દુર્ગાડી કિલ્લા નજીક મંગળવારે સાંજે છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે બે જણને તાબામાં લીધા હતા. બંને જણ પોલીસકર્મી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. દરમિયાન બંનેની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી ચરસ મળી આવ્યું હતું. આથી કલ્યાણના બાજારપેઠ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular