૩.૫ કરોડના હીરાની ચોરી: બે પકડાયા

આમચી મુંબઈ

મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં અંદાજે ૩.૫ કરોડની કિંમતના હીરાની ચોરીના કેસમાં પોલીસે બે હીરાદલાલની ધરપકડ કરી હતી.
બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુજરાતથી ભરત કંડોલ (૩૯) અને ગોરેગામથી અમૃતભાઈ પટેલ (૫૮)ને પકડી પાડવામાં આવ્યા હતા. જોકે માસ્ટરમાઈન્ડ કૌશિક ચોવાટિલા ફરાર હોવાથી તેની શોધ ચલાવાઈ રહી છે.
આ પ્રકરણે ૧૮ જુલાઈએ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી ચોરેલા ડાયમંડ હસ્તગત કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીએ હીરા વેપારીનો સંપર્ક સાધી હીરા ખરીદવામાં રસ હોવાનું જણાવ્યું હતું. બે આરોપી હીરા વેપારીને મળવા ૭ જુલાઈએ તેમની ઑફિસે પણ ગયા હતા. તે સમયે આરોપીએ ત્રણ હીરા પસંદ કર્યા હતા અને રૂપિયા સાથે અઠવાડિયામાં પાછા આવશે, એમ કહ્યું હતું.
જોકે બાદમાં વેપારીને જાણ થઈ હતી કે આરોપીએ પસંદ કરેલા ત્રણ હીરા ગુમ હતા. ઑફિસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં બન્ને આરોપીએ હીરા ચોર્યા હોવાનું જણાયું હતું. આ પ્રકરણે વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.