પુણેમાં બે બહેનપણીની આત્મહત્યા

આમચી મુંબઈ

પુણે: પુણેના એક જ વિસ્તારમાં રહેતી નાનપણની બે બહેનપણીએ એક કલાકને આંતરે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે હડપસરના શેવાળવાડી વિસ્તારમાં બની હતી. ઈન્સ્પેક્ટર અરવિંદ ગોકુળેએ જણાવ્યું હતું કે ૧૯ વર્ષની બેમાંથી એક યુવતીએ સાંજે ૬.૩૦ વાગ્યે ચાર માળની ઈમારતમાં આવેલા તેના નિવાસસ્થાને બેડરૂમમાં કથિત ગળાફાંસો ખાધો હતો. એમ્બ્યુલન્સમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો ત્યારે તેની બહેનપણીએ ૭.૩૦ વાગ્યાની આસપાસ ચાર માળની ઈમારતની અગાશી પરથી કૂદકો માર્યો હતો. એક યુવતી કૉમર્સની વિદ્યાર્થિની હતી, જ્યારે બીજી એનિમેશનનો કોર્સ કરી રહી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી ન હોવાથી બન્નેની આત્મહત્યા પાછળનાં કારણ જાણી શકાયાં નહોતાં. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.