અમદાવાદનો પ્રેમનો અજીબોગરીબ કિસ્સો: મારામારીના બનાવામાં પોલીસ બે યુવકોને પકડી લાવી, પેમીઓ છોડાવવા કિન્નરોએ હોબાળો મચાવ્યો

આપણું ગુજરાત

Ahmedabad: અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરોના પ્રેમ સંબંધનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. બે યુવકો વચ્ચે કિન્નરો સાથેના સંબંધ અંગે ઝઘડો થતા મારામારી થઇ હતી. મારામારીમાં એક યુવકે બજા યુવકને છરી મારી દીધી હતી. ઘટનાની જાણ પોલીસને થઇ હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી ત્યારે બંને યુવકના પ્રેમી કિન્નરો પોલીસ સ્ટેશનમાં ઘુસી આવ્યા હતા અને યુવકોને છોડવવા કપડા ફાડીને હોબાળો મચાવ્યો હતો.

ઘટનાની માહિતી મુજબ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 21 અને 24 વર્ષના બે યુવકો કિન્નરોના પ્રેમમાં પડ્યા હતા. તેઓ દાણીલીમડા વિસ્તારમાં જ લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા.
21 વર્ષીય યુવક થોડા દિવસ માટે ક્યાંક બહાર ગયો હતો. ત્યારે 24 વર્ષીય યુવક ગેરહાજર યુવકની પ્રેમિકા કિન્નરને મળવા ગયો હતો. આ વાતની જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. મારી ગર્લફ્રેન્ડને મળવા કેમ જાય છે એમ કહી છરી વડે હુમલો કર્યો હતો. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોને પકડી દાણીલીમડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને નશાની હાલતમાં જણાતા હતા.

આ વાતની જાણ થતા પોતાના પ્રેમીઓને લોકઅપમાંથી છોડાવવા માટે બંને કિન્નરોએ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોતાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. અમારે આખા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા થઈને કિન્નરોને બહાર કાઢવા પડ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.