જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય થઇ રહ્યા છે. આજે વહેલી સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બોમ્બ બ્લાસ્ટ કેવી રીતે થયો. અન્ય તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નરવાલ વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરના યાર્ડ નંબર સાત અને નવમાં વિસ્ફોટ થયા હતા. પોલીસ સ્થળ પર ઉભેલા તમામ વાહનોને ત્યાંથી હટાવી રહી છે. આ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર મોટી માત્રામાં ભંગાર એકઠો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું કે 26 જાન્યુઆરી પહેલા જમ્મુમાં ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે. જમ્મુમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ શકે છે.
26મી જાન્યુઆરી પહેલા જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ
RELATED ARTICLES