મુંબઈઃ ભોજપુરી અભિનેત્રીમાં મોનાલિસા અને શ્વેતા શર્માએ બોલ્ડ ફોટો શૂટ કરાવીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અલબત્ત, ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાનું નામ જાણીતું બન્યું છે, જે અવારનવાર પોતાની ફિલ્મો સાથે સોશિયલ લાઈફને પણ સોશિયલ મીડિયા પર બિંદાસ્ત શેર કરે છે. તાજેતરમાં રેડ કલરનો ટાઈટ ડ્રેસ પહેરીને ફોટો શૂટ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. રેડ કલરના સ્ટ્રેપી ડ્રેસ ડીપનેક સુધી છે, જેમાં કેમેરામાં બધુ કેદ થઈ ગયું છે અને મોનાલિસાએ કેમેરામાં બિંદાસ પોઝ આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોગ્રાફમાં મોનાલિસાએ લાલ રંગનો એકદમ ટાઈટ અને રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે, જે હદથી વધારે શોર્ટ છે. મંગળવારે શેર કરેલા ફોટોગ્રાફે તેના ચાહકોના દિલ જીતી લીધા હતા, જેમાં હજારો લોકોએ તેના પર ટિપ્પણી કરી હતી.
આ ઉપરાંત, ભોજપુરીમાં ઉર્ફી જાવેદના નામથી જાણીતી શ્વેતા શર્માએ ગ્લેમરસ ફોટો શૂટ કરાવીને એક સાથે બંને ભોજપુરી અભિનેત્રીઓએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
અલબત્ત, ભોજપુરી ફિલ્મોમાં લોકપ્રિય થવા થનગનતી શ્વેતા શર્મા પણ અવારનવાર બિકિનીના અવતારમાં આવીને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં રેડ કલરની શોર્ટ બિકિની પહેરીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે. અન્ય એક ગીતનો વીડિયો શેર કરીને તેના ચાહકોના દિલ જીતી લીધા છે, જેમાં હજારો લાઈક મળ્યા છે.