અમદવાદ સિટી પોલીસના સાયબર ક્રાઈમ સેલે સુરત અને રાજકોટના બે શખ્સોન ટેલિગ્રામ પર નવી રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લીક કરવા બદલ ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ મલ્હાર ઠક્કર અને આરોહી પટેલ સ્ટારર ફિલ્મ “ઓમ મંગલમ સિંગલમ” 18 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મના નિર્માતાને માહિતી મળી હતી કે કોઈએ ફિલ્મ રેકોર્ડ કરી તેને એક વેબસાઈટ પર અપલોડ કરી છે. ઉપરાંત ટેલિગ્રામ એપ પર એક ચેનલ પર વાયરલ કરવામાં આવી છે. ફિલ્મ હાલ સીનેમાઘરોમાં ચાલતી હોવાથી નિર્માતાઓને નુકશાન પહોંચવાની ભીતિ હતી.
નિર્માતાએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યા હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીઓની ઓળખ સુરતના કામરેજના રહેવાસી 26 વર્ષીય હાર્દિકગીરી ગોસ્વામી અને રૂષિ મોલિયા તરીકે થઇ છે. હાર્દિકગીરી ગોસ્વામી એક ખાનગી પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને 21 વર્ષીય રૂષિ મોલિયા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા ગામનો રહેવાસી છે જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
પોલીસે આરોપીઓ સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
હાલમાં જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ટેલિગ્રામ પર લીક કરવા બદલ બેની ધરપકડ
RELATED ARTICLES