Twitter અને એલન મસ્કની લડાઈમાં શા માટે આવ્યું ભારતનું નામ? જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટ્વિટર અને એલન મસ્કની લડાઈ હવે ભારત સુધી પહોંચી ગઈ છે. ટેસ્લા કંપનીના સીઈઓ
એલન મસ્કના આરોપોના જવાબમાં ટ્વિટરે Delaware hancery કોર્ટમાં પોતાની
પ્રતિક્રિયા આપી છે.
આ આખો મામલો ટ્વિટર અને એલન મસ્કની 44 અરબ ડોલરની ડીલનો છે. મસ્કે આ
ડીલને કેન્સલ કરી નાંખી હોવાથી ટ્વિટરે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
આ મામલે બંને પક્ષોએ પોતપોતાની વાત રાખી છે, જેમાં મસ્કે ટ્વિટર પર આરોપ લગાવ્યા
છે, જેમાં ભારત સરકાર સાથે ટ્વિટરના ખાટા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે.
એલન મસ્કે જણાવ્યું છે કે ટ્વિટરને ખરીદવા માટે મને અંધારામાં રાખવામાં આવ્યો. ટ્વિટર
ભારત સરકાર સાથે ચાલી રહેલા કેસ સંબંધિત તપાસ વિશે જાણકારી આપવામાં નિષ્ફળ
રહ્યું,
નોંધનીય છે કે ભારત ટ્વિટરનું ત્રીજું સૌથી મોટું બજાર છે એવામાં કોઈ તપાસમાં ફસાઈને ટ્વિટર સસ્પેન્ડ થઈ શકે છે અને તેની સેવા પર અસર થઈ શકે છે. છ જુલાઈના રોજ ટ્વિટર ભારત સરકાર વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું હતું, જ્યાં સરકારની ડિમાન્ડને પડકાર આપ્યો હતો.
એલન મસ્કે થોડા સમય પહેલા આ ડીલથી પીછેહઠ કરવાનું એલાન કર્યું હતું. મસ્કે ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો અને કંપની પ્લેટફોર્મ પર બોટ એકાઉન્ટની સંખ્યા કેટલી છે એ સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું નથી. ટ્વિટર દ્વારા જેટલા બોટ્સ એકાઉન્ટ્સ ડિક્લેર કરવામાં આવ્યા છે તેનાથી વધુ હોવાનો આરોપ મસ્કે લગાવ્યો હતો.
ટ્વીટર આ ડીલને પૂરી કરવાની તમામ સંભવ કોશિશ કરી રહ્યું છે. એટલું જ નહી ટ્વિટર કંપની મસ્ક વિરુદ્ધ કોર્ટ જઈ ચૂકી છે અને બંને પક્ષો વચ્ચે દલીલો થઈ રહી છે.
આ ડીલના ટર્મમાં એવું પણ છે કે કોઈપણ પાર્ટી જો ડીલ કરવામાં પીછેહઠ કરે તો તેને એક બિલિયન ડોલર્સની પેનાલ્ટી આપવી પડશે. જોકે, હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આ ડિલ કેન્સલ થશે કે નહીં. કોર્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.