Homeટોપ ન્યૂઝટ્વીટરે પૈસા લઈને  ફેક એકાઉન્ટ વેરિફાઈ કર્યા, એલોન મસ્ક ફરી વિવાદમાં

ટ્વીટરે પૈસા લઈને  ફેક એકાઉન્ટ વેરિફાઈ કર્યા, એલોન મસ્ક ફરી વિવાદમાં

ટ્વિટર પર પેઈડ વેરિફિકેશન ફીચર એટલે કે વેરિફાઈડ એકાઉન્ટ ધરાવતા લોકો પાસેથી પૈસા વસૂલવાને કારણે ઈલોન મસ્ક અત્યાર સુધી માત્ર વિવાદોમાં જ ફસાયા હતા, પરંતુ હવે તેમને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર પ્લેટફોર્મ વતી રૂપિયા લઈને લગભગ 15 ફેક એકાઉન્ટ વેરિફાય કરવાનો મામલો સામે આવ્યો છે. નકલી એકાઉન્ટ બનાવીને, ઘણા વપરાશકર્તાઓએ $8 ચૂકવીને બ્લુ ટિક લઇ લીધી છે. જે વ્યક્તિઓના ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, એલોન મસ્ક, ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્રમ્પના એટર્ની રુડી ગિયુલિયાની, વીડિયો ગેમના દિગ્ગજ નિન્ટેન્ડો, બાસ્કેટબોલ સ્ટાર લેબ્રોન જેમ્સ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ, યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર વગેરેનો સમાવેશ થાય છે. પહેલેથી જ લોકો ટ્વિટર પરના તમામ ફેરફારોથી નાખુશ હતા. હવે ફેક એકાઉન્ટનો મામલો સામે આવવાથી ઈલોન મસ્ક પણ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આટલું જ નહીં ફેક એકાઉન્ટને કારણે અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપની એલી લિલીને 15 અબજ ડોલરનું નુકસાન થયું છે. ફાર્મા કંપનીના નકલી એકાઉન્ટ પર મળેલા બ્લુ ટિકના ટ્વીટને કારણે હલચલ મચી ગઇ હતી અને તેના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો.
હવે યુઝરે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લોકોનું કહેવું છે કે જ્યારે સેલિબ્રિટીઓનું ફેક એકાઉન્ટ વેરિફાઈ કરવામાં આવે છે ત્યારે તે કોઈની પણ સાથે થઈ શકે છે.
નોંધનીય છે કે ટ્વિટરે 2 દિવસ પહેલા બ્લુ ટિક સબસ્ક્રિપ્શન (પેઇડ વેરિફિકેશન ફીચર) શરૂ કર્યું છે. આમાં કોઈપણ યુઝર $8 ચૂકવીને બ્લુ ટિક મેળવી શકે છે, પરંતુ ઘણા યુઝર્સે તેનો ખોટો ફાયદો ઉઠાવવાનું પણ શરૂ કરી દીધું છે. નકલી એકાઉન્ટ્સ હવે બ્લુ ટિક સાથે નકલી પોસ્ટ પોસ્ટ કરી રહ્યા છે. હવે આવી સ્થિતિમાં ઈલોન મસ્ક ફરી વિવાદમાં છે.
ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ ટ્વિટર પર ઘણા ફેરફારો કર્યા છે. કંપનીની માલિકી મળતાની સાથે જ તેમણે સૌથી પહેલા કંપનીના સીઈઓ સહિત ઘણા અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી તેમણે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એ પછી તેમણે ટ્વિટર પર આધારિત બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન કર્યું. આવા તમામ ફેરફારોને કારણે ટ્વિટર અને એલોન મસ્ક વિવાદોમાં વિવાદોમાં ઘેરાઇ રહ્યા છે.

 

RELATED ARTICLES

Most Popular