Homeટોપ ન્યૂઝટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગી ટીવીની આ સંસ્કારી બહુ?

ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગી ટીવીની આ સંસ્કારી બહુ?

જી હા, અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ટચુકડા પડદાની સંસ્કારી બહુ ટ્રેંડમાં છે અને લોકો તેને તેના વ્યવહાર માટે ટ્રોલ કરી રહ્યા છે… અહીં વાત થઈ રહી છે બિગબોસ16ની કન્ટેસ્ટન્ટ નિમ્રત કૌર અહલુવાલિયાની… નિમ્રતને લોકો ખુબ ખરીખોટી સંભળાવી રહ્યા છે અને તેનું કારણ છે તેણે ફેમિલીવીકમાં તેના પિતા સાથે કરેલી વર્તણુંક. બુધવારના એપિસોડ બાદ ટ્વીટર પર #NimritKaurAhluwalia ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. લોકોએ તો ટ્વીટર પર તેના માટે એવું સુધ્ધાં લખ્યું છે કે લવ જિહાદમાં છોકરીઓનું મગજ આવું ખરાબ થઈ જાય છે, તેમને કોઈ સાચી સલાહ પણ આપે તો પણ પલ્લે પડતી નથી. વાત જાણે એમ છે કે નિમ્રતના પપ્પા તેને મંડલીની બહાર આવીને ગેમ રમવાની સલાહ આપે છે અને આ મંડલીમાં તે ખોવાઈ ગઈ છે એવું કહે છે, પણ નિમ્રત તેમની વાત સમજવાને બદલે તેમની સાથે ઝગડો કરી બેસે છે અને રડવા લાગે છે…

એટલું જ નહીં તે એવું પણ કહી દે છે કે તે કંઈ પણ કરી લેશે તો પણ તેના માતા પિતાને ખુશી નથી થતી. તેઓ હંમેશાં તેને ઉતારી પાડે છે. આગળ નિમ્રતના પપ્પા તેને અર્ચના, પ્રિયંકા અને સૌદર્યા સાથે મળીને સ્ટ્રોંગ ગેમ રમવાની સલાહ આપે છે. પણ નિમ્રત તેમને એવું કહીને ચૂપ કરાવે છે કે મારે તમારી સાથે વાત જ નથી કરવી…
બસ નિમ્રતના આવા વર્તનથી તેનાં ફેન્સ નારાજ થઈ જાય છે અને તેને ટ્રોલ કરવા લાગ્યા કે પિતા કરતાં મંડલી વહાલી છે દીકરીને… સાઈકો છે નિમ્રત… પપ્પા બિલકુલ સાચી સલાહ આપી રહ્યા હતા મેડમને પણ નહીં તેમને તો પોતાનું જ રડગાણું ચાલુ કરી દીધું… તે અમારી બધી રિસ્પેક્ટ ગુમાવી દીધી નિમ્રત… વગેરે વગેરે…
બિગબોસ16નો ફિનાલે એપિસોડ 12મી ફેબ્રુઆરીના યોજાશે. લોકો શિવ ઠાકરે, અબ્દુ રોઝીક, સુંબુલ તૌકીર ખાનને ખુબ પસંદ કરી રહ્યા છે. સો, એક મહિના બાદ ખબર પડશે કે બિગબોસની ટ્રોફી કોણ પોતાના નામે કરે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular