ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ પણ ભારતે પોતાના નામ પર કરી લીધી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જિત અને રેકોર્ડ સિવાય ટીમ ઈન્ડિયાનો વિરાટ કોહલી ટ્વીટર પર એકદમ અલગ જ કારણસર ટ્રેન્ડ થઈ રહ્યો છે.
Love for Chole bhature is unconditional.😍🔥
And that iconic clap of Indians (le aaya)😂#INDvAUS #ViratKohli #BGT2023 pic.twitter.com/OENhJJM2hy— Aryan Chauhan (@aryan__chauhan_) February 18, 2023
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વિરાટ કોહલીના આ વીડિયોમાં તે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રાવિડ સાથે વાતચીત કરતો જોવા મળે છે. આ વાતચીત દરમિયાન જ એક વ્યક્તિ વિરાટનો ઓર્ડર લઈને આવે છે. પોતાનો ઓર્ડર આવેલો જોઈને વિરાટ કોહલી એકદમ ખુશ થઈ જાય છે અને રાહુલ દ્રાવિડ પણ હસી પડે છે. હવે તમને સવાલ થઈ રહ્યો હશે કે આખરે વિરાટે એવું તે શું ઓર્ડર કર્યું હતું કે તે એકદમ ખુશ થઈ ગયો હતો? તો તમારા આ સવાલનો જવાબ છે કે વિરાટ કોહલીએ દિલ્હીના એક ફેમસ જગ્યા પરથી છોલે ભટુરે મંગાવ્યા હતા.
જ્યારે તેનો આ ઓર્ડર આવી ગયો તો એ જોઈને વિરાટના ચહેરા પર ખુશી આવી જાય છે અને તેનું આ રિએક્શન એકદમ નાના બાળક જેવું છે. તમારી જાણ માટે કે કોહલી ઘણી વખત કહી ચૂક્યો છે કે તેને હોમ ટાઉન દિલ્હીના છોલે ભટુરે ખૂબ જ પસંદ છે અને જ્યારે પણ ચાન્સ મળે છે ત્યારે તે છોલે ભટુરે ખાઈ લે છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર ગજબના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું છે કે દિલ્હી આવો અને રામના છોલે ભટુરે નહીં ખાધા તો દિલ્હીનો ફેરો ફોગટ છે… દરમિયાન એક વીડિયો એવો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રાવિડને પણ છોલે ભટુરે ખાવા આમંત્રણ આપે છે ત્યારે રાહુલ તેને એવું કહીને ના કહી દે છે કે હું 50 વર્ષનો થઈ ગયો છું, હું કોઈ