New Delhi: ભારતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ને લઇને ભારે વિરોધ થતા હવે ટ્વિટરે મોટી કાર્યવાહી કરી છે. ફિલ્મમેકર લીના મણિમેકલાઇએ શેર કરેલા આ પોસ્ટરને ટ્વિટરે હટાવી દીધુ છે. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા હતા. એમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં LGBTQનો ઝંડો હતો. આ મામલે લીના વિરુદ્ધ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં FIR નોંધવામાં આવી છે.
લોકોનું કહેવુ છે કે આ પોસ્ટરના માધ્યમથી તેમની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.
દરમિયાન દેવી મહાકાળીને લઇને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણે એકશન લીધુ છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ ભોપાલમાં FIR નોંધવામાં આવી છે. એમના પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે મહુઆ મોઇત્રાના નિવેદનથી હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કોઇપણ કિંમતે સાખી લેવામાં આવશે નહીં. અગાઉ પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે પણ મહુઆની ધરપકડ કરવાની માંગ કરતી હતી. મહુઆ મોઇત્રાએ મહાકાળી માતા વિશે વિવાદિત નિવેદન કરતા કહ્યું હતું કે મારા માટે મહાકાળી માતા માંસ ખાતી અને દારૂનું સેવન કરતી દેવી છે. લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે.