વાંધાજનક કન્ટેન્ટ હટાવવાના ભારત સરકારના આદેશને ટ્વિટરે આપ્યો કાયદાકીય પડકાર, ગણાવ્યું અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: ટ્વિટર અને ભારત સરકાર વચ્ચેનો ટકરાવ વધી શકે છે કે કારણ કે ભારત સરકારની વાંધાજનક કન્ટેન્ટ હટાવવાની માગણી વિરુદ્ધ જઇને ટ્વિટર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. ટ્વીટર ભારત સરકારની નોટિસ વિરુદ્ધ કર્ણાટક હાઈ કોર્ટ પહોંચ્યુ છે. ટ્વીટરે કેટલાક અધિકારીઓ દ્વારા અધિકારના કથિત દુરુપયોગને કાયદાકીય પડકાર આપ્યો છે.

ભારત સરકારે તાજેતરમાં જ ટ્વિટરથી પૂછ્યુ હતુ કે તેણે કન્ટેન્ટ પર કાર્યવાહીને લઇને આપવામાં આવેલા આદેશોનુ પાલન કેમ ન કર્યું. સરકાર તરફથી સતત ટ્વિટરને કેટલાક અકાઉન્ટ અને કન્ટેન્ટ હટાવવા માટે નોટિસ આપવામાં આવી રહી હતી. આ નોટિસમાં ઇન્ડિપેન્ડેન્ટ સિખ સ્ટેટ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પણ સામેલ હતી, જેણે સિખ આંદોલનને લઇને ઘણી જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સરકાર અનુસાર આ જાણકારી ભ્રામક છે.

કન્ટેન્ટ હટાવવાને લઇને ભારત સરકાર અને ટ્વિટર બંને વચ્ચેનો વિવાદ કોઇ નવો નથી. સરકાર તરફથી સતત કન્ટેન્ટ હટાવવાને લઇને ટ્વિટરને નોટિસ આપવામાં આવી છે. તાજેતરમાં જ સરકાર તરફથી ટ્વીટરને એક નવી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં સરકારે ટ્વિટરને ચેતવણી આપી હતી કે જો ચોથી જુલાઇ સુધી તેમણે કોઇ કાર્યવાહી ન કરી તો તેમની ઇન્ટરમીડિયરી સ્ટેટસ ખતમ થઇ જશે. ઇન્ટરમીડિયરી સ્ટેટસ ખતમ થયા બાદ ટ્વિટર પર આવતી તમામ કમેન્ટ અને કન્ટેન્ટની જવાબદારી કંપનીની થઇ જશે.

ભારત સરકારની નોટિસ પર ટ્વિટરે જ્યૂડિશરી રિવ્યૂ કરવા પર તર્ક આપ્યો છે કે સરકારે જે કન્ટેન્ટ હટાવવાનો આદેશ આપ્યો છે તે રાજકીય પક્ષોના ઓફિશિયલ હેન્ડલ્સ છે અને તે અકાઉન્ટને બ્લોક કરવાનો મતલબ સ્વતંત્રતાની અવાજ દબાવવાનો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.