Homeટોપ ન્યૂઝભારતીયોને ઝટકો! Elon Muskના નિર્ણય બાદ ઘણા ભારતીયો બેરોજગાર

ભારતીયોને ઝટકો! Elon Muskના નિર્ણય બાદ ઘણા ભારતીયો બેરોજગાર

ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો સિલસિલો યથાવત્ રાખ્યો છે. પહેલા જ ઘણા કર્મચારીઓને કંપની છોડવા માટે ઈમેઈલ મોકલાવવામાં આવ્યા હતાં, જે બાદ ટ્વિટર ઈન્ડિયા ઓફિસના કર્મચારીઓને પણ શુક્રવાર સાંજ સુધીમાં ઓફિસમાંથી નીકળવાનો આદેશ આપ્યા બાદ કર્મચારીઓ દુઃખી છે.
મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ ઘણા લોકોએ પોતાના ઓફિશિયલ ઈમેઈલ અકાઉન્ટને લોગઆઉટ કરી નાંખ્યું હતું અને પોતાનો સામાન લઈને ઓફિસની બહાર નીકળી ગયા હતાં. કર્મચારીઓને કોઈપણ જાતનું કારણ રજૂ કર્યા વગર આ પગલું ભરવામાં આવ્યું હોવાથી કર્મચારીઓએ નારાજી વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મસ્કે ટ્વિટર ટેકઓવર કર્યા બાદ 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાંખવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ટ્વિટરમાંથી 7,500 કર્મચારીઓને બહારનો રસ્તો દેખડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular