ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર શુભમન ગિલ તેના કરિયરની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાનું કારણ બની રહ્યો છે. શુભમન અને બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચાહકોના મજેદાર રિએક્શન આવી રહ્યા છે અને તેમની આ મીટિંગ પર અઢળક મીમ્સ બની રહ્યા છે.

નોંધનીય છે કે શુભમનનું નામ અગાઉ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું. તાજેતરમાં એવી ખબર આવી હતી કે બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનફોલો કર્યા હતાં. આ વાતને હજુ વધુ સમય નથી થયો ત્યાં શુભમનની સારા અલી ખાન સાથે એક રેસ્ટોરાંમાં જોવા મળ્યો હતો તેની તસવીરો સામે આવી રહી છે.

Google search engine