Homeટોપ ન્યૂઝTwitter Crisis: ઈલોન મસ્ક બોલતા રહ્યા, ટ્વિટર કર્મચારીઓ મીટિંગ છોડી જતા રહ્યા

Twitter Crisis: ઈલોન મસ્ક બોલતા રહ્યા, ટ્વિટર કર્મચારીઓ મીટિંગ છોડી જતા રહ્યા

ઈલોન મસ્કે બાગડોર સાંભળ્યા બાદ ટ્વીટર દરરોજ કોઈ નવા વિવાદમાં સપડાય છે. નવા બોસ ઈલોન મસ્કના અલ્ટીમેટમને પગલે ટ્વિટરના સેંકડો કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સેંકડો કર્મચારીઓના રાજીનામા બાદ ટ્વિટરની ઘણી ઓફિસ સોમવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.
મસ્ક દ્વારા કર્મચારીઓને Twitter છોડવું કે જોડાયેલા રહેવું એ પસંદગી કરવા માટે ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધી સમયમર્યાદા આપવામાં આવી હતી. સેંકડો ટ્વિટર કર્મચારીઓએ ત્રણ મહિનાના પગાર સાથે વિદાય લેવાનો નિર્ણય લીધો છે. Twitterએ પણ ઈમેલ દ્વારા જાહેરાત કરી હતી કે તે સોમવાર સુધી ઓફિસ બિલ્ડીંગ બંધ કરશે અને કર્મચારીની એન્ટ્રી માટે બેજ એક્સેસને બંધ રહેશે.
મસ્ક અને તેના સલાહકારોએ કેટલાક ટ્વિટરના મહત્વના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને કંપની છોડતા અટકાવ્યા હતા. મસ્કની ટીમે ડેડ લાઈન પહેલા કોઈ નિર્ણય ન કર્યો હોય એવા કર્મચારીઓ સાથે મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ માટે કેટલાક કર્મચારીઓને સાન ફ્રાન્સિસ્કો ઑફિસના કોન્ફરન્સ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા જ્યારે અન્યને વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલાવવામાં આવ્યા હતા.
મિટિંગ શરુ થયા બાદ જેમ જેમ સાંજે 5 વાગ્યાની સમયમર્યાદા નજીક આવી એમ ત્યાં હાજર કર્મચારીઓ ઉભા થઈને જતા રહ્યા અને વિડિયો કોલ કટ કરી જતા રહ્યા જયારે ઈલોન મસ્કે બોલવાનું ચાલુ રાખ્યું હતું.

“>

છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ઈલોન મસ્ક પબ્લિક ટ્વીટ્સ દ્વારા વારંવાર તેમની સાથે અસંમત અથવા વિરોધ કરનારા કર્મચારીઓને બરતરફ કરી રહ્યા છે. આટલા ટૂંકાગાળામાં આટલા બધા કર્મચારીઓની છટણી છતાં ટ્વિટર કેવી રીતે કામ ચાલુ રાખશે તે અંગે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે ટ્વીટર પર ByeByeTwitter ટ્રેન્ડ થઇ રહ્યું છે

RELATED ARTICLES

Most Popular