ઉત્તરાખંડના રિસોર્ટમાં ફસાયેલા ચોવીસ પ્રવાસી બચાવાયા

દેશ વિદેશ

દેહરાદૂન: ઉત્તરાખંડના એક રિસોર્ટમાં ફસાયેલા ચોવીસ પ્રવાસીઓને રવિવારે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શનિવારે સવારે વાદળો ફાટવાની ઘટના રાજ્યના સંખ્યાબંધ સ્થળો પર થતાં નદીઓ કાંઠા તોડીને વહેતી હતી. પૂરમાં તણાતા ચાર જણાનાં મૃત્યું થયા હતાં. દેહરાદૂન, ટિહરી અને પૌરી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સૌથી વિક્ટ હતી. માલદેવતા અને આસપાસના વિસ્તારોમાં રાહત-બચાવ ટુકડીઓએ કાર્યવાહી ઝડપી બનાવી હતી અને જંગલ ગડેરા વિસ્તારમાં ફસાયેલા ૨૪ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ટિહરી જિલ્લાના ગ્વાડ ગામમાં પાંચ વ્યક્તિ હજુ લાપતા હોવાનું અને દેહરાદૂનના માલદેવતા અને રાયપુર વિસ્તારમાં સાત વ્યક્તિ લાપતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતુંં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.