Homeઆપણું ગુજરાતપચીસ માજી ધારાસભ્યો સરકારી મકાન ખાલી કરતા નથી: સરકારે આપી નોટિસ

પચીસ માજી ધારાસભ્યો સરકારી મકાન ખાલી કરતા નથી: સરકારે આપી નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના કરોડપતિ ધારાસભ્યો પ્રજા સામે મસમોટી વાતો કરે છે. રાજ્યના પાટનગરમાં ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટસ ફળવાયા છે. એ પદ ગયા બાદ પણ ખાલી ના કરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા આવા વિધનસભાની ગત ટર્મના ૨૫ ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે અને વિધાનસભા સચિવાલયની કડક કાર્યવાહીમાં ક્વાટર્સ ખાલી નહીં કરનારા ૧૫ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો છે. કોઈ પણ ચૂંટણી લડવા નો- ડ્યૂ સર્ટિ. અનિવાર્ય છે અને આ ભાડું ચૂકવે તો જ સર્ટિ મળે છે. બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને નવા ધારાસભ્યો માટે રહેવા માટે ક્વાટર્સ ફાળવી શકાતા નથી. સેક્ટર- ૨૧ સ્થિત ધારાસભ્ય નિવાસ સંકુલમાં ફાળવેલા ક્વાટર્સ ખાલી નહિ કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભા સચિવાલયે કાર્યવાહી શરૂ કરી છે. ૧૫મી વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના પછી પણ ગત સપ્તાહના રવિવાર સુધીમાં ક્વાટર્સ ખાલી ન કરનારા ૧૫ જેટલા ધારાસભ્યોના પગાર અટકાવી દેવાયો છે. હવે તેમની પાસેથી ભાડુ વસુલ્યા બાદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે. વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના ૨૫ જેટલા પૂર્વ ધારાસભ્યોએ સરકારી નિવાસસ્થાન ખાલી કર્યા નથી. તેઓ નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે તેથી વહીવટીતંત્ર દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. આ નોટીસમાં પગાર અટકાવવાનો પણ આદેશ કરાયો છે. સત્તા ગઇ પણ સરકારી રાહતના નિવાસસ્થાન પર આ ધારાસભ્યોનો કબજો છે. આ સભ્યોમાં સત્તાધારી ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આ પૂર્વ સભ્યોએ નિવાસસ્થાનનો કબજો છોડ્યો નથી, એટલું નહીં કેટલાક સભ્યોએ બાકી બીલો પણ ચૂકવ્યા નથી. વિધાનસભા સચિવાલય તરફથી ૧૫ ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. વર્તમાન સરકારના નિવાસસ્થાન વિહોણાં ધારાસભ્યો જ્યારે ગાંધીનગર આવે છે ત્યારે તેમને ફરજિયાત સરકિટ હાઉસમાં રહેવું પડે છે, કેમ કે તેમને ફાળવવાના થતાં નિવાસસ્થાનમાં પૂર્વ ધારાસભ્યોનો કબજો છે જે પાછો આપવામાં આવ્યો નથી. સરકારની વારંવારની વિનંતી છતાં આ પૂર્વ સભ્યો કબજો છોડતા નથી. જેથી ધારાસભ્યોના આર્થિક લાભ અટકાવવામાં આવ્યો છે. આમ નેતાઓ જાહેરમાં મસમોટી શિખામણો આપે છે પણ પોતે અમલ કરતા નથી એ આ બાબત સાબિત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular