મુંબઈ પોલીસે આજે એક ટીવી નિર્માતા અને અભિનેતાની ધરપકડ કરી છે. ટીવી નિર્માતા પર અભિનેત્રીને હેરાન કરવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે 27 વર્ષીય ટેલિવિઝન અભિનેતા અને નિર્માતાની મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. નિર્માતા પર કથિત રીતે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવાનો અને અભિનેત્રીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ છે.
મુંબઈ પોલીસના એક અધિકારીનું કહેવું છે કે બાંગુર નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શુક્રવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પગલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એમ પણ કહ્યું કે આરોપીએ કથિત રીતે ઇન્સ્ટાગ્રામ પર પીડિતાનું નકલી એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના સંબંધીઓ અને મિત્રોને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા અને અભિનેત્રીને બદનામ કરી હતી.
મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં પીડિત અભિનેત્રીએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીની ફરિયાદના આધારે, પોલીસે કલમ 354 હેઠળ એક મહિલા પર હુમલો અથવા ફોજદારી બળ, કલમ 506 ફોજદારી ધમકી અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી.
અભિનેત્રીને અશ્લીલ મેસેજ મોકલીને હેરાન કરવાના આરોપમાં મુંબઈ પોલીસે ટીવી પ્રોડ્યુસરની ધરપકડ કરી
RELATED ARTICLES