Mumbai: પ્રખ્યાત ટીવી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’ની એક્ટ્રેસ કૃતિકા દેસાઈને પોલીસ બનીને હેરાન કરી રહેલા બે ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. નવ જૂનના કૃતિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શૂટ પરથી ધરે જતી વખતે બાઈક પર સવાર ત્રણ લોકોએ તેની કારને રોકીને તપાસ કરી રહ્યા હતાં. કૃતિકાની કારની અંદર વીડિયો શૂટ કરીને પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસના વેશ ધારણ કરીને હેરાન કરનારા બેની પોલીસે ધરપકડ કરી છે.
કૃતિકાએ આ અંગે જણાવ્યું હતું કે, મને ગઈ કાલે દિંડોશી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો તે તેમણે બે લોકોને પકડી પાડ્યા છે અને મને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. જોકે, હું શૂટ કરી રહી હતી એટલે તાત્કાલિક જઈ શકી નહોતી. સાંજે ત્યાં જઈને બંને ઠગની ઓળખાણ કરી અને મને ખુશી છે કે બંને પકડાઈ ગયા.