બોલીવૂડની દેસી ગર્લ પ્રિંયકા ચોપડાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર દીકરી માલતીની મુંહ દિખાઈ કરી હતી અને હવે પીસીને અનુસરીને ટીવી એકટ્રેસ દેબીનાએ પણ તેની બીજી પુત્રીની એક ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સને બતાવી હતી. ગુરમીત અને દેબીના ટીવીના ફેમસ કપલ્સમાંથી એક છે. થોડા મહિના પહેલાં જ અભિનેત્રીએ બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. હવે બંનેએ તેમની બીજી દીકરી દેવીશાની ઝલક બતાવી છે.
View this post on Instagram
આ તસવીર ગુરમીત-દેબીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીરમાં બંને પોતાની દીકરી દેવીશાનીને હાથમાં પકડેલા જોવા મળે છે. દેબિનાની બીજી દીકરીનો જન્મ ગયા વર્ષે નવેમ્બરમાં થયો હતો. તેમની દીકરી હવે ત્રણ મહિનાની છે. આ તસવીરની સાથે તેણે બીજી તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં એક્ટ્રેસનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે.
દેબીના અને ગુરમીતે લગભગ ત્રણ મહિના પછી દીકરીનો ચહેરો બતાવ્યો છે. દેબિનાની દીકરીને જોઈને તેના પર ફેન્સના રિએક્શન આવવા લાગ્યા છે. દરેકને આ નાનકડો પરિવાર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. દેબીનાને બે દીકરીઓ છે. દેબિનાની મોટી દીકરીનો જન્મ ગયા વર્ષે એપ્રિલમાં IVF દ્વારા થયો હતો. આ પછી તેણે નવેમ્બરમાં બીજી દીકરીને જન્મ આપ્યો.