ટીવી અભિનેતા દીપેશ ભાણનું એકતાલીસમા વર્ષે નિધન

આમચી મુંબઈ

મુંબઇ: ટીવી એક્ટર દીપેશ ભાણ જે કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’ અને ‘એફઆઇઆર’થી ઘરેઘરમાં જાણીતા હતા. તેઓ એકતાલીસ વર્ષની ઉંમરે શનિવારે મૃત્યુ પામ્યા છે. લોકપ્રિય શો એફઆઇઆરની ભાણની સહઅભિનેત્રી કવિતા કૌશિકે તેના ટ્વિટર પેજ પર તેના નિધનના સમાચાર શેર કર્યા.
૪૧ વર્ષની વયે દીપેશ ભાણનું નિધન થયાના સમાચારથી આઘાતમાં, ગભરાયેલા, વેદનાગ્રસ્ત કવિતા કૌશિકે જણાવ્યું હતું કે તે ફિટ વ્યક્તિ હતી. જેણે ક્યારેય મદ્યપાન અને ધૂમ્રપાન કર્યું ન હતું અથવા તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવું કંઈપણ કર્યું ન હતું. પત્ની અને એક વર્ષનું બાળક તથા માતા-પિતા અને અમને બધાને પાછળ છોડી ગયા.
ભાણના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા સવારે ક્રિકેટ રમતાં રમતાં પડી ગયો હતો.
‘ભાભીજી ઘર પર હૈ’ અભિનેતા રોહિતાશ ગૌડે કહ્યું હતું કે જ્યારે તેણે સમાચાર સાંભળ્યા ત્યારે તેને આ સમાચાર પર વિશ્ર્વાસ થયો નહોતા. અમને સવારે ૭:૦૦ વાગ્યે ખબર પડી કે તે તેની સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે પડી ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે ખુશ અને ફિટ માણસ હતો. તેનું અચાનક અવસાન થયું એ આઘાતજનક છે.
શોના નિર્માતા સંજય અને બીનાફર કોહલીએ કહ્યું હતું કે તેઓ આ સમાચારથી દિલથી દુ:ખી છીએ. તે ‘ભાભીજી ઘર પર હૈ’ના સૌથી સમર્પિત કલાકારોમાંના એક છે અને અમારા પરિવારની જેમ હતો. તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. તેમના આત્માને શાશ્ર્વત શાંતિ મળે. ભગવાન તેમના પરિવારને આ મોટી ખોટનો સામનો કરવાની શક્તિ આપે, એમ તેઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.