તુર્કી અને પડોશી સીરિયામાં ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપે તારાજી સર્જી છે. તુર્કી-સીરિયા બંને દેશોમાં અત્યાર સુધીમાં 4365 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. સાથે જ હજારો લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. હજારો ઈમારતોને ધરાશાયી થઇ ગઈ છે. દુનિયાભરના દેશો મદદ મોકલી રહ્યા છે. બચાવ કાર્ય માટે ભારતે NDRFની 2 ટીમ તુર્કી મોકલી છે.
તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (એએફએડી)ના રિસ્ક રિડક્શન જનરલ મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂકંપના કારણે 5,606 ઈમારતો ધરાશાયી થઈ છે. કાટમાળમાંથી 6,800 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 9700 બચાવકર્મીઓ લોકોને બચાવવા કામ કરી રહ્યા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને લઈને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે રાત્રે પીએમઓમાં બેઠક યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદીના નિર્દેશ પર NDRFની બે ટીમ ભારતીય વાસુસેનાના વિમાનમાં રાહત સામગ્રી સાથે તુર્કી જવા રવાના થઈ ગઈ છે.
प्रशिक्षित डॉग स्क्वॉड के साथ एनडीआरएफ कर्मियों की टीम आवश्यक उपकरणों के साथ खोज और बचाव कार्यों के लिए तुर्की के लिए रवाना हुई, तुर्की में कल 7.8, 7.6 और 6.0 तीव्रता के लगातार तीन विनाशकारी भूकंप आए थे. #TurkeyEarthquake@MEAIndia @NDRFHQ pic.twitter.com/fypLrMwSbm
— डीडी न्यूज़ (@DDNewsHindi) February 7, 2023
“>
ઈઝરાયેલે પણ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો. રેસ્ક્યુ ટીમ તુર્કી જવા રવાના થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું હતું કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડશે.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ એર્દોગને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “6 ફેબ્રુઆરીએ આપણા દેશમાં આવેલા ભૂકંપના કારણે સાત દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી, રવિવારના સૂર્યાસ્ત સુધી ધ્વજ અડધી કાઠીએ ફરકશે.”
તુર્કીમાં સોમવાર સવારથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 46 વખત આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 થી 7.8 નોંધવામાં આવી હતી.