મુંબઈઃ અલી બાબા દાસ્તાન એ કાબૂલની લીડ અભિનેત્રીના આત્મહત્યાના કેસના આરોપી અભિનેતા શીજાન ખાનની જામીન અરજીને કોર્ટે શુક્રવારે ફગાવી નાખી હતી. પોલીસે આ કેસમાં શીજાન ખાનની પૂછપરછ કરી રહી છે ત્યારે શીજાન વતીથી જામીન અરજી કરવામાં આવી હતી જેને વસઈ કોર્ટે ફગાવી નાખી છે. જો તેને જામીન આપવામાં આવે તો કેસ પર અસર થશે, એવું કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટની સુનાવણી દરમિયાન તુનીષાના પરિવારવતીથી હાજર રહેલા વકીલે શીજાનના જામીનનો વિરોધ કર્યો હતો, જ્યારે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી જામીન આપવાની મનાઈ કરી હતી, તેથી હવે શીજાન ખાનને થોડા દિવસો જેલમાં વીતાવવાની નોબત આવશે.
પંદરમી ડિસેમ્બરે બ્રેક અપ પછી તુનીષા શર્મા અને શીજાન ખાનના સંબંધો તૂટી ગયા હતા અને તેના પછી તુનીષાને પેનિક એટેક આવ્યો હતો. જોકે, આત્મહત્યા પહેલા તુનીષાને મળનારો શખસ પણ શીજાન ખાન હતો, એવું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.
કોર્ટે નોંધતા જણાવ્યું હતું કે બ્રેકઅપને કારણે તુનીષા તનાવ અને ડિપ્રેશનમાં હતી. સીસીટીવી ફૂટેજમાં પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે તુનીષાના મૃત્યુ પહેલા શીજાન રુમમાં હતો. જો હવે કેસમાં શીજાનને જામીન આપવામાં આવે તો કેસ પર અસર થઈ શકે છે, તેથી શુક્રવારે કોર્ટે આરોપી શીજાન ખાનની જામીન અરજી ફગાવી નાખી છે.
Tunisha Suicide Case: શીજાન ખાનની જામીન અરજી ફગાવી
RELATED ARTICLES