વડા પ્રધાન મોદીને મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવવાની કરી અપીલ
મુંબઈઃ ટીવી અભિનેત્રી તુનીષા શર્માના મોત મુદ્દે દેશમાં ખળભળાટ મચી ગયો છે. ગયા શનિવારે અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલના સેટ પર શીજાન ખાનના મેકઅપ રુમમાં તુનીષા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી, જે કેસમાં તુનીષાના માતાના ગંભીર આરોપને લઈને શીજાન ખાનને પોલીસે ચાર દિવસ પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે, જે 28 ડિસેમ્બરે પૂરી થશે. તુનીષાની માતા વનીતા શર્માએ ન્યાયની માગણી કરી રહી છે તથા તુનીષાની આત્મહત્યા માટે શીજાન ખાનને જવાબદાર ગણે છે ત્યારે આ કેસમાં વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનોતે પ્રતિક્રિયા આપી છે. તુનીષાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ કરીશ કે મહિલાઓની સુરક્ષા માટે સખત કાયદા બનાવો. ઈન્સ્ટાગ્રામ પર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે પોલિગેમી બહુપત્નીત્વ અને એસિડ એટેક જેવા ગુનાઓથી મહિલાઓને બચાવવા માટે સખત કાયદા બનાવવાનું જરુરી છે.
કંગનાએ વધુમાં લખ્યું છે કે એક મહિલા દરેક ચીજનો સામનો કરી શકે છે. પ્રેમ, લગ્ન, સંબંધ અને ત્યાં સુધી કે તે કોઈનાથી અલગ થવાની વાતને પણ સહન કરી શકે છે, પણ સત્ય ક્યારેય સ્વીકારી શકે નહીં કે તેની લવસ્ટોરીમાં પ્રેમ નહોતો. બીજી વ્યક્તિ માટે તેનો પ્રેમ અને નબળાઈ ફક્ત શોષણ કરવા માટે એક સરળ ટાર્ગેટ હોઈ શકે છે. આગળ લખતા કંગના લખે છે કે આ સમગ્ર પરિસ્થિતિને તેને હત્યા ગણાવી હતી.