Homeટોપ ન્યૂઝ‘તુનિષા શર્માની માતાએ તેનું ગળું દબાવ્યું હતું, પૈસા પણ ન આપતી’ શીજાન...

‘તુનિષા શર્માની માતાએ તેનું ગળું દબાવ્યું હતું, પૈસા પણ ન આપતી’ શીજાન ખાનના વકીલનો આરોપ

અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ ટીવી સિરિયલની અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તુનીષાની માતાએ પૂર્વ બોયફ્રેન્ડ શીજાન ખાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આજે સોમવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શીજાનના વકીલે દાવો કર્યો છે કે તુનિષાના તેના પરિવાર સાથે સારા સંબંધો ન હતા. એકવાર અભિનેત્રીની માતાએ જ તેનું ગળું દબાવ્યું હતું.
શીજાન ખાનના વકીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેની માતાએ તુનીષાનું ગળું દબાવ્યું હતું. તુનિષાએ આ વાત સિરિયલના ડિરેક્ટરને પણ કહી હતી જેમાં એ તે સમયે કામ કરતી હતી. આ સિવાય તેણે સંજીવ કૌશલનો પણ ઉલ્લેખ કર્યો, જે તેની માતાનો મિત્ર છે. વકીલના કહ્યા પ્રમાણે તુનીષા સંજીવથી ડરતી હતી. સંજીવના કારણે તુનીષાને એંક્ષાઈટી અટેક આવતા હતા. આ કારણોસર તે તેના મિત્ર કંવર ઢીલ્લોન સાથે 3 મહિના સુધી રહી હતી.
શીજાનના વકીલનો એવો પણ દાવો છે કે તુનીષાની મહેનતની કમાણી માં પોતાની પાસે રાખતી હતી અને તુનીષાને પૈસા પણ આપતી ન હતી. તેના પૈસા માટે તુનીષાને તેની માતાની સામે વારંવાર ભીખ માંગવી પડતી હતી. તેની માતા વનિતા શર્મા પણ તુનિષાને પૈસા માટે ઘણી પૂછપરછ કરતી હતી.
અગાઉ તુનીષાની માતા વનિતા શર્માએ શીજાનના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓ તુનીષાને ઉર્દૂ શીખવી રહ્યા હતા અને તેના પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તુનીષા તેના પરિવારને મોંઘી ભેટો આપતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular