મુંબઈઃ તુનિષા શર્મા આત્મહત્યા પ્રકરણમાં રોજ નવા નવા ખુલાસો થઈ રહ્યા છે અને હવે શીજાનની બહેન અને માતાએ પ્રેસ કોન્ફરન્સમાં તુનિષા અને તેના પરિવાર વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
શીઝાનની માતાએ જણાવ્યું હતું કે તુનિષા મારા માટે મારી દીકરી જેવી જ હતી અને ક્યારેય કોઈ જબરજસ્તી કરી નથી. તુનિષા મને અમ્મા જ કહેતી હતી. જ્યારે શીજાનની બહેને તુનિષા સાથેના સંબંધોના ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારી સાથે તેના સંબંધો બહેન જેવા હતા. અમે તેને ખુશ રાખતા હતા. તુનિષા સાથેના અમારા સંબંધો ખૂબ જ સારા હતા. દરગાહ અને હિજાબની ચર્ચા જ ખોટી છે.
દરમિયાન શીજાનના વકીલે આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તુનિષાના તેના જ પરિવાર સાથેના સંબંધો સારા નહોતા. પિતાના મૃત્યુ બાદ તે ડિપ્રેશનમાં હતી. તેનો છેલ્લો જન્મ દિવસ પિતા સાથે ખૂબ જ આનંદમાં ઉજવ્યો હતો. ત્યાર બાદ તે હવે તેનો જન્મ દિવસ ઉજવવાની હતી. તુનિષાની માતા અને સંજીવ કૌશલ વચ્ચે શું સંબંધ છે તેની તપાસ કરાઈ રહી છે. બંને જણ તુનિષાને કન્ટ્રોલ કરતાં હતા. સંજીવનું નામ સાંભળતા જ તુનિષા ગભરાઈ જતી હતી. તુનિષાના પૈસા પર સંજીવ કૌશલ અને વનિતાનું જ વર્ચસ્વ હતું.