Homeટોપ ન્યૂઝતુનીષાને બચાવી શકાઈ હોતઃ વનિતા શર્માનો આરોપ

તુનીષાને બચાવી શકાઈ હોતઃ વનિતા શર્માનો આરોપ

દિવંગત અભિનેત્રી તુનીષા શર્માની માતા વનિતા શર્માએ રવિવારે કહ્યું હતું તેની દીકરીનો એક્સ બોય ફ્રેન્ડ અને કો-સ્ટાર શીજાન ખાન તેને દૂરની હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ જ્યારે સેટથી થોડી મિનિટ દૂરની હોસ્પિટલ હતી. રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા વનિતાએ કહ્યું હતું કે તેને તુનીષાની સાથે બહુ સારા સંબંધ હતા અને દિવંગત અભિનેત્રીનો એક વોઈસ મેસેજ પણ પ્લે કર્યો હતો.
તુનીષાએ 24મી ડિસેમ્બરે કથિત રીતે શીજાન સાથે બ્રેક અપ કર્યાના પંદર દિવસ પછી સેટ પર આત્મહત્યા કરી લીધી હતી અને શીજાનને આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં 25 ડિસેમ્બરે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે શીજાન પોલીસ કસ્ટડીમાં છે.
એક અહેવાલમાં વનિતા શર્માએ નવો આરોપ મૂકતા કહ્યું હતું કે આ હત્યા હોઈ શકે છે. હું એટલા માટે કહી રહી છું કારણ કે શીજાન બહુ દૂરની હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યારે સેટથી દૂર પાંચ મિનિટના અંતરે તો હોસ્પિટલ હતી. તે નજીકની હોસ્પિટલમાં શા માટે લઈ ગયો નહીં? એનો શ્વાસ ચાલી રહ્યો હતો અને એને બચાવી શકાઈ હોત.
વનિતા શર્માએ કહ્યું હતું કે તેની સાથે મારા સંબંધો સારા હતા. તે મારા વિના રહી પણ શકતી નહીં એ ઊંઘી પણ શકતી નહીં. મારી પાસે તેની વોઈસ ચેટ છે, જે 21 ડિસેમ્બરે મને મોકલી હતી. વોઈસ ચેટમાં તુનીષા કહે છે કે
‘મામા મેં આપકો બતા નહીં શકતી કે મૈં આપસે કિતના પ્યાર કરતી હું.’
શનિવારે વસઈની કોર્ટે શીજાનની જામીન અરજીને નવમી જાન્યુઆરી સુધી સ્થગિત કરી હતી, તેથી આવતીકાલે તેના પર સુનાવણી થશે. વનિતા શર્માએ વધુ આરોપ મૂકતા કહ્યું હતું કે શીજાન તુનીષાને મારતો હતો અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ફરજ પાડતો હતો. જોકે, અગાઉ શીજાનની બહેને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે મૃતક એક્ટ્રેસનું ડિપ્રેશન બાળપણથી વધારે પડતું હતું. શીજાનની બહેન ફલક નાજે કહ્યું હતું કે તુનીષાની માતાએ સ્વીકાર્યું હતું કે તે તુનીષાને ઈગ્નોર કરે છે અને તેની સંભાળ પણ રાખતી નથી. તુનીષાનું ડિપ્રેશન તેના બાળપણની તકલીફનું કારણ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular