Homeમેટિની"તુમ ફિલ્મ લાઇન મેં નહી ચલોગે એવું હીરો લોકોને પણ સાંભળવું પડ્યું...

“તુમ ફિલ્મ લાઇન મેં નહી ચલોગે એવું હીરો લોકોને પણ સાંભળવું પડ્યું છે

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

ફિલ્મોમાં કામ મેળવવા અભિનેત્રીઓએ સુંદર દેખાવું આવશ્યક હોય છે તે જગજાણીતી વાત છે. દેખાવમાં કમી હોય તો હીરોઇનોને બદલે તેની બહેન કે તેમની મિત્રના રોલ મળે! પણ એવું નથી કે આ સમસ્યાથી માત્ર હીરોઇનો પીડાય છે. પોતાના લુક્સને કારણે અભિનેતાઓએ પણ રિજેક્શનનો સામનો કરવો પડે છે.
માત્ર બોલીવૂડ જ નહીં, પણ સાઉથના હીરો પણ લુક્સને કારણે રિજેક્ટ થાય છે.આમ તો સુંદર દેખાવું બધાને ગમતું હોય છે, પણ સ્ટાર્સ માટે સુંદર દેખાવું એ શોખ નહીં પણ જરૂરિયાત વધારે છે. શું તમે જાણો છો, જે સ્ટાર્સ આજે બોલીવૂડમાં એક મોટું નામ બની ગયા છે, તેમને એક સમયે મેકર્સે તેમના દેખાવના કારણે રિજેક્ટ કરી દીધા હતાં?
શાહરૂખ ખાન
આ યાદીમાં બોલીવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે, જેમણે દુનિયાભરની લાખો છોકરીઓને પોતાની રોમેન્ટિક સ્ટાઈલ અને લુકથી દીવાના બનાવી દીધા. હા, આજના સમયમાં દરેકને પોતાના ફેન બનાવનાર કિંગ ખાનને પણ અમુક સમયે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, શાહરૂખ ખાનને તેના દેખાવના કારણે મેકર્સ દ્વારા ઘણી વખત નકારી કાઢવામાં આવ્યો હતો.
એક એવોર્ડ સમારંભમાં સ્ટ્રગલના સમયનો પોતાનો અનુભવ વર્ણવતા શાહરૂખે કહેલું કે, “હું એક પ્રોડ્યુસરને મળવા ગયો હતો. તેમણે પૂછ્યું, ‘તને ડાન્સ આવડે છે?’, મેં ડાન્સ કરીને બતાવ્યો તો તેમણે કહ્યું, ‘રહેને દો, એ તો ગોવિંદા કિલો કે ભાવમેં કરતા હૈ.’, પછી મેં ફાઇટ સીન કરી બતાવ્યો તો પ્રોડ્યુસર ફરી બોલ્યા, ‘રહેને દો’, એ તો સન્ની દેઓલ ટન કે ભાવમેં કરતા હૈ.’ અને તેમણે
મને જણાવ્યું કે હું ફિલ્મોમાં સફળ થાઉં તેવી કોઈ શક્યતા નથી.
અજય દેવગણ
શું તમે કોઈ સ્ટાર કિડને અસ્વીકારનો સામનો કરતા જોયા છે? પણ થયું છે. બોલીવૂડમાં એકથી વધુ ફિલ્મોના એક્શન ડિરેક્ટર રહી ચૂકેલા વીરુ દેવગનના પુત્ર અજય દેવગણનું નામ આજે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સની યાદીમાં ગણાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષની જેમ અજય દેવગણને પણ તેની ડાર્ક સ્કિનના કારણે ઘણા ફિલ્મમેકર્સે રિજેક્ટ કર્યો હતો.
અજયે પોતેજ જણાવ્યા મુજબ, તેની ડાર્ક સ્કિન ઉપરાંતમ તેને ડાન્સ પણ નહોતો આવડતો અને ‘હીરો જેવો લુક’ ન હોવાને કારણે કોઈ ફિલ્મોમાં તેના ઉપર દાવ લગાવવા તૈયાર નહોતું. એ જ અજયને તેની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માટે ‘બેસ્ટ મેલ ડેબ્યુ’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો!
————-
અમિતાભ બચ્ચન
‘જહાં મૈં ખડા હોતા હું, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ.’ જેવી દમદાર ડાયલોગ ડિલિવર કરતા અમિતાભ બચ્ચનની ખ્યાતિ દેશ-વિદેશમાં છવાઈ ગઈ છે. બિગ બીએ દરેક રીતે સાબિત કર્યું છે કે તેમને મળેલ સદીના મહાનાયક તરીકેનું બિરુદ યોગ્ય છે. તે ખરેખર તેમને મળેલ આ સન્માનને પાત્ર છે. તમને જાણીને નવાઈ લાગશે કે દરેક ઉંમરે પોતાના દરેક પાત્રને સંપૂર્ણ ન્યાય આપનાર અમિતાભ બચ્ચનના જીવનમાં પણ દેખાવના કારણે તેમની કારકિર્દીમાં અડચણ આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનને પહેલા તેમના અવાજના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, અમિતાભને તેમની લંબાઈને કારણે ફિલ્મ નિર્માતાઓએ નકારી કાઢ્યા હતા. ‘આવો પાતળો અને લાંબો છોકરો હીરો તરીકે ન ચાલે’ તેવી કમેન્ટ પણ થતી.
અમિતાભ રેડિયો પર પોતાના ‘જાડા’ (!) અવાજને કારણે રિજેક્ટ થયેલા એ તો બધા જાણતા હશે. પણ ઘણા ઓછા એ જાણતા હશે કે તેમણે ફિલ્મી કારકિર્દી વોઇસઓવર આર્ટિસ્ટ તરીકે કરી હતી. ૧૯૬૯માં મૃણાલ સેનની ‘ભુવન શોમ’માં તેમણે પોતાનો અવાજ આપેલો. પછી જયા બચ્ચને અમિતાભ વિશે પૂછ્યું ત્યારે મૃણાલ સેને કહ્યું કે “તેનો અવાજ તો સારો છે, પણ એ ક્યારેય અભિનેતા નહીં બની શકે. જે મનમોહન દેસાઈની ફિલ્મોને કારણે પાછળથી એન્ગ્રી યંગ મેન નું બિરુદ અમિતાભને મળ્યું તેમણે અને બી. આર. ચોપરા તથા તારાચંદ બડજાત્યા જેવા ટોચના દિગ્દર્શકોએ અમિતાભને રિજેક્ટ કર્યા હતા.
—————-
નવાઝુદ્દીન સિદ્દીકી
આજના સમયમાં બોલીવૂડના ‘ફૈઝુ ભૈયા’ બોલીવૂડના મોટા સ્ટાર્સ સામે ઝીંક ઝીલીને ફિલ્મોમાં સિક્સર લગાવે છે. પોતાના દમદાર અભિનયના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફુલ અભિનેતાઓમાંથી એક તરીકે ઉભરેલા નવાઝુદ્દીન સિદ્દીકીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. પોતાના સંઘર્ષના દિવસોનું વર્ણન કરતા નવાઝુદ્દીને ઘણી વખત ખુલાસો કર્યો છે કે તેને મેકર્સ દ્વારા ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો.
નવાઝુદ્દીનને એક કડવો અનુભવ એવો પણ થયો કે જયારે તેની પોતાનીજ એક નવી ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર, સંજય ચૌહાણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “ફિલ્મમાં નવાઝને સામે રાખીને બીજાં પાત્રો પસંદ કરાયાં હતાં. અમે તેની સામે ’ફેર અને હેન્ડસમ’ લોકોને કાસ્ટ કરીએ તો કેવું વિચિત્ર લાગે!ધનુષ
સાઉથની ફિલ્મોમાં સુપરસ્ટાર બની ગયેલા ધનુષને કોઈ પરિચયની જરૂર નથી. ધનુષે સાઉથની સાથે સાથે બોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં લોકો ધનુષને હીરો બનવા માટે યોગ્ય નહોતા માનતા? કેટલાક રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવાય છે કે ધનુષને તેના કાળા રંગના કારણે રિજેક્ટ કરવામાં આવ્યો હતો.
————
રણવીર સિંહ
બિનફિલ્મી પરિવારમાંથી આવતા, પોતાની માચો મેન સ્ટાઈલથી છોકરીઓને દીવાના બનાવનાર રણવીર સિંહ એક યા બીજા કારણોસર હેડલાઈન્સમાં રહે છે. માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ આખી દુનિયા તેની દમદાર એક્ટિંગ અને લુક્સની દીવાની છે. પરંતુ નવાઈની વાત એ છે કે તેના દેખાવના કારણે ફિલ્મ મેકર્સ તરફથી અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રણવીરે પોતાના દમ પર બોલીવૂડમાં પોતાની જગ્યા બનાવી.
મને જણાવ્યું કે હું ફિલ્મોમાં સફળ થાઉં તેવી કોઈ શક્યતા નથી.
————
અજય દેવગણ
શું તમે કોઈ સ્ટાર કિડને અસ્વીકારનો સામનો કરતા જોયા છે? પણ થયું છે. બોલીવૂડમાં એકથી વધુ ફિલ્મોના એક્શન ડિરેક્ટર રહી ચૂકેલા વીરુ દેવગનના પુત્ર અજય દેવગણનું નામ આજે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સની યાદીમાં ગણાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષની જેમ અજય દેવગણને પણ તેની ડાર્ક સ્કિનના કારણે ઘણા ફિલ્મમેકર્સે રિજેક્ટ કર્યો હતો.
અજયે પોતેજ જણાવ્યા મુજબ, તેની ડાર્ક સ્કિન ઉપરાંતમ તેને ડાન્સ પણ નહોતો આવડતો અને ‘હીરો જેવો લુક’ ન હોવાને કારણે કોઈ ફિલ્મોમાં તેના ઉપર દાવ લગાવવા તૈયાર નહોતું. એ જ અજયને તેની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માટે ‘બેસ્ટ મેલ ડેબ્યુ’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular