Homeદેશ વિદેશFIFA WorldCup: હેં સઉદીમાં ગોલીઓ કી બૌછાર...

FIFA WorldCup: હેં સઉદીમાં ગોલીઓ કી બૌછાર…

સઉદી અરેબિયા માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક, બુધવારે જાહેર રજા

રિયાધઃ કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ 2022ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે, જેમાં ત્રીજા દિવસે સઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જયો હતો. સઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને હરાવ્યા પછી આખા દેશમાં નાગરિકો પોતપોતાની રીતે ઉજવણી કરી હતી, જેમાં અનેક વિડિયોમાં નાગરિકો જાહેર રસ્તા અને ઘરોની બહાર દોડી આવીને ખુલ્લેઆમ બંદૂકોથી ગોળીબાર કરવામાં આવ્યા હતા.


મંગળવારે સઉદી અરેબિયા અને આર્જેન્ટિના વચ્ચે મેચ પૂરી થયા પછી સઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અજીજે બુધવારના સરકારી રજા જાહેર કરી હતી. આજે સરકારી તથા ખાનગી નોકરી કરનારા તમામ લોકોની સાથે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. જે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, ત્યાં સઉદી અરેબિયાના ચાહકોએ જુસ્સાભેર કલાકો સુધી ઉજવણી કરી હતી.
સઉદી અરેબિયાની રાજધાની રિયાધથી લઈને તમામ નાના-મોટા શહેરોના ઘરોમાં આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવીને આખી રાત-દિવસ ડાન્સ અને બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી હતી. કહેવાય છે કે અત્યાર સુધીની તમામ જીતની ઉજવણીને સઉદી અરેબિયાવાસીઓએ ફિક્કી પાડી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular