મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અકસ્માતનું કેપિટલ બની રહ્યું છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર એક ટ્રકે કણકવલી મતદારસંઘના ભાજપ MLA નિતેશ રાણેની કારને ટક્કર મારી હતી. આ ઘટના ઉર્સ ટોલ પ્લાઝા નજીક બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.નિતેશ રાણે પરિવાર સાથે લાલબાગ ચા રાજાની પૂજા કરવા માટે મુંબઈ તરફ જઈ રહ્યા હતાં ત્યારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. કારની પાછળના ભાગને નુકસાન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

Google search engine