વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ત્રિપુરામાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. નવી સરકારની રચનાના થોડા દિવસો બાદ શુક્રવારે 10 માર્ચના રોજ રાજ્યમાં વિપક્ષી દળોના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ના નારા બોલતા બદમાશોના ટોળાએ તેમની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.
બિશાલગઢ સબડિવિઝનના સરહદી ગામ નેહલચંદ્રનગરમાં શપથ ગ્રહણ સમારોહ બાદ થયેલી હિંસામાં 20થી વધુ દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. વિપક્ષીય દળોના સાંસદો, વિધાન સભ્યો અને સ્થાનિક નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા સૂત્રોચ્ચાર કરી તેમના વાહનો પર હુમલો કર્યો હતો. પોલીસ એસ્કોર્ટ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને પ્રતિનિધિમંડળના સભ્યોને સલામત રીતે બચાવી લીધા હતા.
સીપીઆઈ(એમ)ના સાંસદ ઈ કરીમ, કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિક અને એઆઈસીસીના મહાસચિવ અજય કુમારનું પ્રતિનિધિમંડળ નેહલચંદ્રનગર માર્કેટમાં ઉતરતાની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો.
ત્રિપુરા પોલીસના જણવ્યા પ્રમાણે તમામ સદસ્યો સુરક્ષિત છે અને સિપાહીજાલાના નેહલચંદ્રનગરમાં થયેલા હુમલામાં આઠ સભ્યોની ટીમમાંથી પણ કોઈને ઈજા થઈ નથી. તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક વાહનોમાં પણ અજાણ્યા તોફાનીઓએ તોડફોડ કરી હતી.
પોલીસ પર મૂક પ્રેક્ષક બની રહેવાનો આરોપ લગાવતા, રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલે શુક્રવારે ત્રિપુરાના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા કોંગ્રેસ-ડાબેરી મોરચાના પ્રતિનિધિમંડળ પર હુમલાની સખત નિંદા કરી. કોંગ્રેસ નેતાએ ટ્વીટની સાથે કથિત હુમલાનો વીડિયો પણ શેર કર્યો છે.
Strongly condemn the attack on the INC-Left front delegation visiting violence-hit areas of Tripura, with the police being a mute spectator.
We will never be intimidated by the BJP goons, and will stand up against their undemocratic & cowardly behaviour at every instance. pic.twitter.com/RjwoqLYp3s
— K C Venugopal (@kcvenugopalmp) March 10, 2023
“>