Homeટોપ ન્યૂઝત્રિપુરામાં આઠમી માર્ચે નવી સરકારનો શપથવિધિ સમારોહ, ખુદ પીએમ હાજર રહેશે

ત્રિપુરામાં આઠમી માર્ચે નવી સરકારનો શપથવિધિ સમારોહ, ખુદ પીએમ હાજર રહેશે

ત્રિપુરાઃ 8મી માર્ચના ત્રિપુરાની નવી સરકારની શપથવિધિ સમારોહ યોજાશે અને ખુદ પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે એવી માહિતી સાધનો દ્વારા મળી રહી છે. હાલમાં જ પાર પડેલી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60માંથી 32 સીટ પર વિજયનો પરચમ લહેરાવ્યો હતો અને તેના મિત્રપક્ષ આઈપીએફટીએ એક જગ્યા પર વિજય હાંસિલ કર્યો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા રવિવારે પાંચમી માર્ચે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે અને ત્યાં તે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકા લેશે. આ બેઠકમાં ત્રિપુરા સહિત નાગાલેન્ડ અને મેઘાલયની શપથવિધિ સમારોહ વિશે ચર્ચા થઈ શકે છે. ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ શુક્રવારે પોતાની સરકાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોંપ્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે નવી સરકાર 8મી માર્ચે એટલે મંગળવારે શપથ લેશે અને ખુદ પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે. નવી સરકારનો શપથવિધિ સમારોહ વિવેરકાનંદ મેદાન ખાતે યોજાશે. ત્રિપુરામાં ભાજપ-આઈપીએફટીની યુતિ 60માંથી 33 (એક મિત્રપક્ષ) સીટ પર વિજય હાંસિલ કરીને બીજી વખત સત્તા સ્થાપનના પંથે છે. પ્રદ્યોત કિશોર દેબબર્માના ટિપરા મોથા પક્ષને 13 જગ્યા મળી હતી, જ્યારે ડાબેરી-કોંગ્રેસને 14 સીટ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular