Homeટોપ ન્યૂઝPM મોદીના પોશાક પર તૃણમૂલના નેતાની પોસ્ટથી વિવાદ

PM મોદીના પોશાક પર તૃણમૂલના નેતાની પોસ્ટથી વિવાદ

પીએમ મોદીએ તાજેતરમાં શિલોંગની મુલાકાત લીધી હતી અને ત્યાં ઘણા વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે તેઓ પરંપરાગત ખાસી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ નેતા કીર્તિ આઝાદે પીએમ મોદીના પોશાક પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મોદીએ આ પ્રસંગે જે ડ્રેસ પહેર્યો હતો તે મહિલાનો ડ્રેસ હતો. આઝાદે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર પીએમ મોદીનો ફોટો અને તેની સાથે સમાન ‘મલ્ટી ફ્લોરલ એમ્બ્રોઈડરી ડ્રેસ’ પહેરેલી મહિલા મોડલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તસવીર સાથે તેણે લખ્યું, “ન તો પુરૂષ કે સ્ત્રી. માત્ર ફેશનના પૂજારી.”તેમની આ ટિપ્પણીએ વિવાદને જન્મ આપ્યો છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તૃણમૂલ નેતા પર મેઘાલયની સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સરમાએ ટ્વીટ કર્યું હતું કે, “કિર્તી આઝાદ મેઘાલયની સંસ્કૃતિનો અનાદર કરી રહ્યો છે અને આપણા આદિવાસી પોશાકની મજાક ઉડાવી રહ્યો છે, તે જોઈને દુઃખ થાય છે. ટીએમસીએ તાકીદે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ તેમના મંતવ્યોનું સમર્થન કરે છે. તેમનું મૌન સમર્થન સમાન હશે અને તેથી લોકો તેને માફ કરશે નહીં.


બીજેપી અનુસૂચિત જનજાતિ મોરચાના ટ્વિટર એકાઉન્ટે પણ આઝાદ પર તેમની ટિપ્પણી માટે આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ ટીએમસી નેતા સામે કેસ દાખલ કરવાની હાકલ કરી હતી.

જોકે, વિવાદ ઊભો થતા કિર્તી આઝાદે તેમની ટિપ્પણીનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો કે તેઓ પીએમનો અનાદર નથી કરતા પરંતુ તેમના “ફેશન સ્ટેટમેન્ટ”ની પ્રશંસા કરી રહ્યા છે. કીર્તિએ ટ્વિટ કર્યું હતું કે, “મેં પોશાકનું અપમાન કર્યું નથી, મને તે ગમે છે. હું એમ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આપણા વડાપ્રધાનને ફેશન સ્ટેટમેન્ટ કરવાનું પસંદ છે અને તેઓ ક્યારેય તક ગુમાવતા નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular