ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ
જ્યારે જ્યારે કોઈપણ ચૂંટણીની જાહેરાત થાય છે કે તરત જ દરેક ભાષાનાં અખબારો-સામયિકો અને ડિજિટલ મિડિયાનાં બ્લોગ્સ પર રાજકીય નૂકતેચીની કરનારાઓનો રાફડો ફાટી નીકળે છે. જોકે આ કંઈ નવું નથી. દરેક વિધાનસભા કે લોકસભાની ચૂંટણી વખતે ટી.વી. થી માંડીને અખબારોમાં કહેવાતા નિષ્ણાતો, વરસાદી દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરવા માંડે છે. ચૂંટણીના પરિણામો આવે એટલે પાછા થોડો સમય ’ગેસ્ટ અપિરિયન્સ ’ આપીને ભૂગર્ભમાં ચાલ્યા જાય છે.
ચૂંટણી આવતાં કેટલાક કહેવાતા લેખકો પોતાના રાજકીય એજન્ડાનો પ્રચાર કરવા તલવારો કાઢે છે. મારી દૃષ્ટિએ અખબારમાં કામ કરવાનો અનુભવ ધરાવતાં અને ખાસ કરીને જેણે ફિલ્ડ પર રિપોર્ટીંગ કર્યું છે એવા પત્રકારો-લેખકો વાસ્તવિકતાની વધુ નજીકનું લખી શકે છે. આજકાલ તો કેટલાક નવશીખીયાઓ પણ સૂંઠને ગાંગડે ગાંધી થવા નીકળ્યા છે. આવાઓ પાછા ફિલ્ડ પર કામ કરનારા પત્રકારો-લેખકોને, શું લખવું એની સલાહ ફંગોળતા રહે છે. જેમણે કદી હુલ્લડો દરમિયાન કાન પાસેથી પસાર થતી ગોળીઓનો અનુભવ કર્યો નથી, તલવારથી રહેંસાઈ જતા માનવીઓ જોયા નથી, ધરતીકંપ કે બોંબ ધડાકા પછી સેંકડો લાશોને એક જ ચિતા પર સળગતી જોઈ નથી… તેવાઓ પાછા એરકન્ડિશન્ડ સ્ટૂડિયોમાં બેસીને પત્રકારો સાથે ચડસાચડસી કરે છે !
સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિત જેવાઓને જ્યારે આતંકી ઠેરવવા માટે મહારાષ્ટ્ર એ.ટી.એસ. (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ પકડીને ટોર્ચર કર્યા એના સાક્ષી જે પત્રકારો છે એ તમામ હકીકતથી વાકેફ છે. આજથી ૧૪ વર્ષ પહેલા ભોપાળના સંસદસભ્ય અને આરએસએસના સ્વયંસેવક પ્રજ્ઞાસિંહ ઠાકુરની ધરપકડ થઈ ત્યારે એમના મા-બાપ સુરત રહેતા હતા. પિતા સી.પી. ઠાકુર વૈદનું કામ કરતા અને દેશી દવાઓથી વિવિધ રોગની સારવાર કરવામાં નિષ્ણાત હતા. એક રૂમ – કિચનના નાનકડા મકાનમાં રહેતા સી.પી. ઠાકુર સંઘના સ્વયંસેવક તો હતા જ, પરંતુ ઉમદા માનવ પણ હતા. દેશભરમાંથી પત્રકારો એમનો ઇન્ટરવ્યુ કરવા આવતા ત્યારે અકળાયા વગર તેઓ શાંતિથી જવાબો આપતાં. તેમને ખબર હતી કે મુંબઈ-દિલ્હીથી આવેલા પત્રકારો પાછા જઈને તો નેગેટીવ સ્ટોરી જ લખવાના હતા છતાં તેઓ એમની મહેમાનગતિ કરતાં. એમનાં પત્ની સરલાદેવી શારીરિક રીતે અપંગ હતા અને જ્યારે ગુસ્સામાં મંદ અવાજે બબડતાં કે, ‘લટકા દો મેરી બેટી કો ફાંસી પે…’ ત્યારે ઠાકુર સાહેબ એમને શાંતિ રાખવા સમજાવતાં.
આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે કહેવાતા ‘નિષ્ણાત’ લેખકો, કોઈપણ જાતના અભ્યાસ વગર, વિષયની જાણકારી વગર એમના બેડરૂમના હિંચકા પર બેસીને, પ્રજ્ઞાસિંહ ઠાકુર પર થયેલા બેસૂમાર અત્યાચારને અવગણીને, જજ બની ફેંસલા સંભળાવતા રહે છે. સ્થળ પર જઈને જમીની હકીકત સમજનારાઓ માથા કૂટે છે. મઝા એ વાતની છે કે સૂંઠને ગાંગડે ગાંધી થનારાઓને હેમંત કરકરે ‘શહીદ’ એટલે લાગે છે કે, આતંકવાદી હુમલામાં એમનું મૃત્યુ થયું હતું. એ હકીકત ભૂલી જવાય છે કે એ.ટી.એસ.ના ચીફ તરીકે મુંબઈ શહેરને આતંકીઓથી બચાવવાની જવાબદારી કરકરેની હતી અને તેઓ આતંકવાદી હુમલાને રોકવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ એક વર્ગમાંથી એવો પણ અવાજ ઊઠે છે કે આતંકવાદીઓને મારનાર વણઝારા જેવા ગુજરાતના પોલીસ અધિકારીઓને એક દાયકા સુધી જેલમાં રહેવું પડ્યું તો એમના જેલવાસને શું કહેવાય ? બલિદાન ?
અંગ્રેજીમાં જેને ‘આર્મચેર ક્રિટીક’ (ખુરશી પર બેઠા બેઠા ડહાપણ ડહોળનાર) કહેવાય છે, તેઓ સાંભળેલી ગોસીપ કે સોશિયલ મિડિયા પર વાંચેલા બોગસ સમાચારોને ભરોસે લાંબો લેખ ઘસડી મારીને સત્યહીન થિયરી ફેલાવે છે. આવા સમયે પરસેવો રેડીને સત્ય હકીકત ભેગી કર્યા પછી જ લખનાર ફિલ્ડ રિપોર્ટરના માથામાં નાની સાઇઝનાં એટમબોમ્બ નહીં ફૂટતા હોય તોજ નવાઈ !
ઘણી વખત પ્રશ્ર્ન પૂછાય છે કે, સત્તાની સામે બળવો પોકારતા હોય એવુ લખાણ જ ‘એન્ટી એસ્ટાબ્લિસ્ટ’ લખાણ કહેવાય ? જો આ સવાલનો જવાબ હકારાત્મક હોય તો ‘સત્તા’ની વ્યાખ્યા નક્કી કરવી પડે. લોકશાહી દેશોમાં જે સરકાર ચલાવતા હોય એ રાજકારણીઓ ઉપરાંત વિરોધપક્ષના ધારાસભ્યો અને સંસદસભ્યો પણ ‘સત્તાધિશ’ કે શક્તિશાળી જ કહેવાય. એજ રીતે કોઈ નેતા રાજકારણમાં સત્તા પર નહીં હોય પરંતુ એક ખાસ વર્ગ (જ્ઞાતિ, ધર્મ, યુનિયન વગેરે)નો લોકપ્રિય નેતા હોય એની ગણના શું સત્તાધિશ તરીકે નહીં કરવાની ? ઘણી વખત કોઈ પ્રધાન કે સંસદસભ્ય કરતાં કોઈ ધાર્મિક નેતા કે અધિકારીની સત્તા વધુ હોય છે. મહારાષ્ટ્રમાં જ્યાં સુધી બાળા સાહેબ ઠાકરે હયાત હતા ત્યાં સુધી કોઈપણ પક્ષ સત્તામાં હોય, હાક અને ધાક બાળા સાહેબની જ રહેતી. એ વખતે સરકારમાં રહેલા પક્ષની ટીકા કરવી આસાન ગણાતી પરંતુ બાળાસાહેબ સાથે બાથ ભીડવી હોય તો લેખકો હજારવાર વિચારતા. એજ રીતે કોલમ્બિયા કે મેકિસકો જેવા દેશમાં સત્તા પર રહેલા પ્રમુખની ટીકા અખબારના પાનાઓ ભરીને થાય છે, પરંતુ નાર્કોમાફિયા એટલે કે ડ્રગ્સની હેરફેર કરતી ગેંગની વિરૂદ્ધ બે લીટી લખવાની હિંમત પણ ભાગ્યેજ કોઈ કરી શકે છે. આપણે ત્યાં પણ અર્બન નકસલીઓ, માઓવાદીઓ, આતંકવાદીઓ કે મંદબુદ્ધિના બૌદ્ધિકો વિશે પણ ઝાઝી ટીકાટિપ્પણી થતી કયારે જોઈ છે? ઉ

Google search engine