ઉતરાયણ એટલે સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તલ સાંકડીની ચીકી સાથે ઉજવવામાં આવે છે.આકાશમાં રંગબેરંગી પતંગો સાથે કાઈપો છે અને લપેટની બુમો સંભળાય છે. આ દિવસે ખાસ કરીને ગાયને દાન આપવાની પરંપરા પણ છે, પરંતુ આદિવાસી પંથક એવા નર્મદા જીલ્લામાં આદિવાસીઓમાં આ દિવસે એક અનોખી પરંપરા છે. અહીં ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરે છે.
એક માન્યતા પ્રમાણે ઉતરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી 100 બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે. ખૂબ જ અછતોમાં જીવતી આદિવાસી પ્રજા તલ અને ગોળ આર્થિક રીતે ના ખરીદી શકતા હોઈ, પણ ખેતરમાં ઉગતી શેરડીનું દાન કરી આ દિવસને સાર્થક કરતા હોય તે કારણ પણ આ પરંપરા પાછળ હોય શકે. વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાશ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણે જ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છે.
તો અગાઉ રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ઉત્તરાયણને દિવસે નહિ પણ ચોમાસા દરમીયાન પતંગ ઉડાડવાની પ્રથા હતી. હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચોમાસામાં જ કેમ લોકો પતંગ ઉડાડતા હતા, તો એની લોકવાયકા એવી છે કે વિદેશના અમુક દેશોમાં લોકો ચોમાસામાં જ પતંગ ઉડાવતા હતા, એનું જ અનુકરણ રાજપીપળા અને નર્મદા જિલ્લા વાસીઓ કરતા હતા. તો બીજી એક લોકવાયકા એવી છે કે નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે, આજથી વર્ષો પહેલા આ જિલ્લામાં ઘણી ગરીબી હતી, જેથી લોકો ચોમાસા પેહલા અન્ય શહેરો માંથી કપાયેલી પતંગો એકઠી કરતા અને એને ચોમાસા દરમિયાન ઉડાવતા હતા. જોકે આ વર્ષો પહેલાની લોકવાયકા છે. આજે અહીં જાન્યુઆરીમાં જ સૌની સાથે ઉતરાયણ ઉજવાય છે.
નર્મદા જિલ્લાના આદિવાસીઓ ઉતરાયણના દિવસે કઈ વસ્તુનું દાન કરે છે?
RELATED ARTICLES