આદિવાસી મહિલાને જીવતી સળગાવી, વેદનાથી ચીસો પાડતી રહી પણ લોકો વીડિયો બનાવવામાં મસ્ત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્ય પ્રદેશના ગુના વિસ્તારમાં સહરિયા આદિવાસી મહિલાને જીવતી સળગાવી દેવાનો એક આઘાત જનક મામલો સામે આવ્યો છે. આરોપીઓએ મહિલાના શરીર પર ડીઝલ રેડીને આગ લગાવી દીધી હતી. જેના કારણે તે 80 ટકા સુધી દાઝી ગઈ હતી. મહિલા બચાવ માટે આજીજી કરતી રહી. આરોપી તેનો વીડિયો બનાવતો રહ્યો. મહિલાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, અહીંથી તેને ભોપાલ રિફર કરવામાં આવી હતી. હાલ તે નિવેદન આપવાની સ્થિતિમાં નથી. આ ઘટના શનિવારે બપોરે બમોરીના ધનોરિયા ગામમાં બની હતી. મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.

“>

પીડિતાની ઓળખ 38 વર્ષીય રામપ્યારી બાઈ તરીકે કરવામાં આવી છે જે એક આદિવાસી જૂથ (PVTG) ની છે. તે હાલ હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝેલી હાલતમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. આદિવાસી મહિલાની સારવાર કરી રહેલા ડોકટરોએ જણાવ્યું હતું કે તે 80 ટકા દાઝી ગઈ છે અને તેની સ્થિતિ ગંભીર છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો આરોપી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં તે મહિલા તરફ દોડતો જોઈ શકાય છે અને બૂમો પાડી રહ્યો છે કે “ચાલો વીડિયો બનાવીએ, તેણે પોતાની જાતને આગ લગાવી દીધી છે”. તેઓએ દાવો કર્યો હતો કે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, પોલીસ નિવેદન નોંધવા માટે મહિલાના સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
મહિલાને જીવતી સળગાવવા પાછળ જમીનનો વિવાદ જણાવવામાં આવી રહ્યો છે. પીડિતાના પતિ અર્જુને જણાવ્યું છે કે ગામના કથિત દબંગ હનુમત, પ્રતાપ અને શ્યામ કિરાર તેમની જમીન પર કબજો લેવા માટે દબાણ કરી રહ્યા છે. શનિવારે સાંજે આરોપીને જમીન ખેડવાની જાણ થઈ હતી. માહિતી મળતા જ મહિલા રામપ્યારીના ખેતરમાં પહોંચી અને ત્યારબાદ આરોપીએ મહિલા પર ડીઝલ રેડીને તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો.
પીડિતાના પતિ અર્જુને જણાવ્યું કે જ્યારે તે ખેતરમાં પહોંચ્યો ત્યારે આરોપી હનુમત, પ્રતાપ અને શ્યામ કિરાર અને ત્રણેયની પત્નીઓ ટ્રેક્ટરમાંથી ભાગી રહ્યા હતા. અર્જુને જણાવ્યું કે તેણે 23 જૂને એસપીને અરજી કરી હતી. જેમાં તેણે આરોપીઓથી પોતાના જીવને ખતરો હોવાની વાત કહી હતી. અગાઉ તેણે બામોરી પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી, પરંતુ પોલીસે કંઈ કર્યું ન હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.